Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: Donald Trump Claims Deal With Iran Iran Has Not Officially Confirmed

VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ડીલ થયાનો દાવો કર્યો ઈરાને સત્તાવાર પુષ્ટિ કરી નથી

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ડીલ થયાનો દાવો કર્યો છે..તેમણે કહ્યું છે કે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ નવી ડીલ પર મંજૂરી આપી દીધી છે. વ્હાઇટ હાઉસમાં એક રિપોર્ટર સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, નવી ડીલ મુજબ ઈરાને મંજૂર કર્યું છે કે તે ક્યારેય પરમાણુ હથિયારો રાખશે નહીં અને ડીલ થતા જ હોર્મુઝ સ્ટ્રેટને પણ ખોલી દેવામાં આવશે. આ પહેલા, ટ્રમ્પે ઈરાન પર શુક્રવારે ભીષણ બોમ્બમારો કરવા અને તેના તેલ નિકાસના મુખ્ય કેન્દ્ર ખાર્ગ દ્વીપ પર કબજો કરવાની ધમકી આપી હતી. આ પછી તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા અને બોમ્બમારો રદ કરી દીધા છે. તેમણે નિર્ણય બદલવાનું કારણ ઈરાની નેતૃત્વ સાથેની વાતચીતને સૌથી ઊંચા સ્તરે પહોંચાડવાનું જણાવ્યું. જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી સમજૂતી સંપૂર્ણપણે નક્કી ન થઈ જાય, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકી નાકાબંધી લાગુ રહેશે.  જોકે, ઈરાને અત્યાર સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.ઈરાને ટ્રમ્પના દાવાને ફગાવ્યા છે..

App Store
ટોપિક્સ:donald trumpirandeal