મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

શું ઇઝરાયલે હવે રશિયન એરબેઝ પર હુમલો કર્યો? વિશ્વભરમાં વાયરલ થયો VIDEO

હમાસ અને હિઝબુલ્લા સાથે સીધા યુદ્ધમાં વ્યસ્ત ઈઝરાયેલ હવે ઉગ્ર બની ગયું છે. ઈઝરાયેલની નેવીએ સીરિયામાં મોટો હુમલ

શું ઇઝરાયલે હવે રશિયન એરબેઝ પર હુમલો કર્યો? વિશ્વભરમાં વાયરલ થયો VIDEO

હમાસ અને હિઝબુલ્લા સાથે સીધા યુદ્ધમાં વ્યસ્ત ઈઝરાયેલ હવે ઉગ્ર બની ગયું છે. ઈઝરાયેલની નેવીએ સીરિયામાં મોટો હુમલો કર્યો છે. આ હુમલાનો VIDEO સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઇઝરાયેલે લગભગ 30 મિસાઇલો વડે હથિયારોના ડેપોને નિશાન બનાવ્યું હતું. મળતી માહિતી મુજબ અહીં ઈરાનના હથિયારો રાખવામાં આવ્યા હતા. ઈઝરાયેલનું કહેવું છે કે ઈરાન આ હથિયારો સીરિયા થઈને હિજબુલ્લાહ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. 

ઈઝરાયેલે શા માટે હુમલો કર્યો?

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલે રશિયન એરબેઝને નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલે રશિયાના એરબેઝને નિશાન બનાવ્યું નથી પરંતુ એરબેઝ પાસે સ્થિત તેના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યા છે. આરોપ છે કે ઈરાનના હથિયારો રશિયાના આર્મ્સ ડેપોમાં રાખવામાં આવ્યા હતા. આ શસ્ત્રો આતંકવાદી સંગઠનો સુધી પહોંચે તે પહેલા ઈઝરાયેલે તેનો નાશ કરી દીધો.

સીરિયાના લતાકિયામાં રશિયાનું હમીમિમ એરબેઝ છે. આ એરબેઝ પાસે ઈઝરાયેલે એર સ્ટ્રાઈક કરી હતી. અહેવાલ મુજબ ઈઝરાયેલે 30 મિસાઈલોથી હુમલો કર્યો હતો. હુમલા બાદ આખી રાત આર્મ્સ ડેપોમાં વિસ્ફોટ થયા હતા. સીરિયન મીડિયા અનુસાર, ઈરાની કાસિમ ફાર્સ એરલાઈન્સનું કાર્ગો પ્લેન બેઝ પર ઉતર્યાના એક કલાક બાદ ઈઝરાયેલે આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલને શંકા છે કે આ વિમાન દ્વારા હથિયારોનો જથ્થો લાવવામાં આવ્યો હતો.

રશિયા એલર્ટ, એરફોર્સે પેટ્રોલિંગ શરૂ કર્યું

સીરિયન ટીવી અનુસાર, ઇઝરાયેલે રશિયાના હમીમિમ એરબેઝ પાસે હથિયારોના વેરહાઉસને નિશાન બનાવ્યું છે. ઇઝરાયેલની નૌકાદળે તેના યુદ્ધ જહાજ પરથી 30 મિસાઇલો છોડી હતી. ઈઝરાયેલના હુમલા બાદ રશિયા પણ એલર્ટ થઈ ગયું છે. રશિયન એરફોર્સે સીરિયાના આકાશમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. બીજી તરફ, ઈઝરાયેલના હુમલાનો વીડિયો પણ યુક્રેનના અધિકારીઓ અને મીડિયાએ શેર કર્યો છે.

આ સમાચાર શેર કરો