VIDEO:વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ, 1,430નાં મોત!
વેનેઝુએલામાં 25 જૂને ભૂકંપના બે આંચકા હજારો લોકોની જિંદગીને ભરખી ગયા છે. રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં આ ભૂકંપમાં 1હજાર 430 લોકોના મોતના અહેવાલની પુષ્ટિ થઈ છે. જો કે આ આંકડો ઘણો મોટો હોઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરિવારોએ આજે સવારે ઓછામાં ઓછા 68 હજાર 900 લોકો ગુમ હોવાની માહિતી આપી છે. હજી પણ કાટમાળમાંથી મોટી સંખ્યામાં મૃતદેહો નીકળી રહ્યા છે. બીજી તરફ દેશના ઉત્તરીય તટ બાદ હજી પણ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ખાનગી રિપોર્ટ મુજબ રાજધાની કરાકાસ અને મારાકેમાં પણ ફરી 4.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.. વેનેઝુએલામાં આંતરરાષ્ટ્રીય રાહત અને બચાવ ટીમો પહોંચવા લાગી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી બાબતોના વડા ટોમ ફ્લેચરે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે વૈશ્વિક સહાય અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. બ્રિટન, અમેરિકા, નેધરલેન્ડ, મેક્સિકો અને સ્વિટ્ઝર્લેન્ડે તેમની સર્ચ અને રેસ્ક્યુ ટીમો, પ્રશિક્ષિત શ્વાન દળ અને ડ્રોન મોકલ્યા છે. અમેરિકાએ આ સાથે જ યુદ્ધ જહાજ, પરિવહન વિમાન અને 15 કરોડ ડોલર એટલેકેલગભગ 1 હજાર 415 કરોડ 40 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

