Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : USA was going to launch a major attack on Iran! Trump changed the plan at the last minute after receiving a 'secret letter'

ઈરાન પર મોટો હુમલો કરવાનું હતું USA! 'ગુપ્ત પત્ર' મળતા જ ટ્રમ્પે છેલ્લી ઘડીએ પ્લાન બદલ્યો

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન પર મોટો હુમલો કરવાનું હતું USA! 'ગુપ્ત પત્ર' મળતા જ ટ્રમ્પે છેલ્લી ઘડીએ પ્લાન બદલ્યો
સોર્સ : gstv

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, મંગળવારે ઈરાન પર એક મોટો લશ્કરી હુમલો થવાનો હતો, જેને તેમણે છેલ્લી ઘડીએ રોકી દીધો છે. આ હુમલો કેમ રોકાયો અને મિડલ ઈસ્ટમાં ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધમાં હવે શું નવો વળાંક આવ્યો છે, તે દરેક ભારતીય માટે જાણવું જરૂરી છે કારણ કે તેના પર જ વૈશ્વિક બજાર અને તેલના ભાવો ટકેલા છે.

App Store

ઈરાને નવો પ્રસ્તાવ પાઠવતા અમેરિકાએ હુમલો રોક્યો

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મંગળવારે ઈરાન પર અમેરિકા સત્તાવાર હુમલો કરવાનું જ હતું, પરંતુ ઈરાન તરફથી અચાનક વોશિંગ્ટનને એક નવી શાંતિ દરખાસ્ત મોકલવામાં આવી. આ દરખાસ્ત મળ્યા બાદ ટ્રમ્પે સેનાને હુમલો રોકવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પના મતે, હવે ઈરાન સાથે ન્યુક્લિયર અંગે ડીલ થવાની ખૂબ સારી તકો દેખાઈ રહી છે.

શાંતિ કરાર ન થાય તો મોટા પાયે હુમલા માટે તૈયાર રહેવા આદેશ 

જોકે સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે સેનાને એવી સૂચના પણ આપી છે કે જો ઈરાન સાથેની આ શાંતિ વાટાઘાટોમાં કોઈ સ્વીકાર્ય કરાર નહીં થાય, તો સેનાએ માત્ર એક ઈશારે ઈરાન પર મોટા પાયે હુમલા કરવા માટે તૈયાર રહેવું પડશે.

ગલ્ફ દેશોએ પણ મને હુમલો રોકવા વિનંતી કરી: ટ્રમ્પ

આ સમગ્ર હાઈ-વોલ્ટેજ ડ્રામા પાછળ માત્ર અમેરિકા કે ઈરાન નથી, પણ પડદા પાછળ મિડલ ઈસ્ટના ત્રણ પાવરફુલ દેશો કામ કરી રહ્યા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓએ તેમને આ હુમલો રોકવા માટે અંગત રીતે વિનંતી કરી હતી. આ ત્રણેય દેશો મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે જેથી એવી ડીલ થાય જે અમેરિકા અને સમગ્ર મિડલ ઈસ્ટ માટે સ્વીકાર્ય હોય.

દુનિયા અત્યારે ભારે આર્થિક દબાણ હેઠળ છે અને તેનું મુખ્ય કારણ એ છે કે આ યુદ્ધને લીધે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નો દરિયાઈ માર્ગ બંધ છે, જ્યાંથી દુનિયાભરનું ક્રૂડ ઓઈલ સપ્લાય થાય છે. ટ્રમ્પ પર આ રૂટ ગમે તેમ કરીને વહેલી તકે ખોલાવવાનું ભારે દબાણ છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો આગ્રહ છોડી દેશે, તો જ અમેરિકા આ શાંતિ કરારથી સંતુષ્ટ થશે.

ટોપિક્સ:world newsiran newsgstv news