મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો, ફેડરલ કર્મચારીઓને મોટા પાયે કાઢી મૂકવાના નિર્ણય પર સ્ટે 

રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક એવા નિર્ણય લઈ રહ્યા છે, જેની ખૂબ ટીકા થઈ રહી છે.

અમેરિકાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો, ફેડરલ કર્મચારીઓને મોટા પાયે કાઢી મૂકવાના નિર્ણય પર સ્ટે 

રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક એવા નિર્ણય લઈ રહ્યા છે, જેની ખૂબ ટીકા થઈ રહી છે. ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કોર્ટમાં ચેલેન્જ પણ કરવામાં આવ્યા છે. ટ્રમ્પના આવા જ એક નિર્ણય પર કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં ટ્રમ્પે મોટી સંખ્યામાં સરકારી વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટ (DOGE) એ આ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી દેવાની સલાહ આપી હતી. કર્મચારીને નોકરીમાંથી કાઢવાના આ આદેશ પર કોર્ટે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. 

ટ્રમ્પના નિર્ણય પર કોર્ટની રોક

સૈન ફ્રાન્સિસ્કોના એક ફેડરલ ન્યાયાધીશે ગુરૂવારે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા હજારો સરકારી કર્મચારીઓની છટણીના આદેશ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. ડિસ્ટ્રિક જજ લિવિયમ એલ્સપે કહ્યું કે, આ કર્મચારીઓની છટણી ગેરકાયદે છે. અમેરિકાના OPM (ઓફિસ પર્સનલ મેનેજમેન્ટ) પાસે સરકારી એજન્સીઓના કર્મચારીઓને નોકરી પરથી હાંકી કાઢવાનો અધિકાર નથી. જણાવી દઈએ કે, યુનિયન અને બિન-લાભકારી સંગઠનોએ ટ્રમ્પ સરકારના નિર્ણયને કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો.

ટ્રમ્પ સરકારે કરી દલીલ

સરકાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે, OPM દ્વારા સીધી રીતે કોઈપણ એજન્સીના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ આપવામાં નથી આવ્યો. એજન્સીઓને એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે, કર્મચારીઓની સમીક્ષા કરે અને નક્કી કરે કે, કયાં કર્મચારી પોતાની નોકરીમાં કાયમ રહેવા સક્ષમ છે. નોકરી પર ફક્ત એવા જ લોકોને રાખવામાં આવે, જેનું પ્રદર્શન સારૂ હોય. 

શું છે OPM?

OPM (ઓફિસ ઑફ પર્સનલ મેનેજમેન્ટ) પર આ છટણી અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે. આ વિભાગ સરકારી કર્મચારીઓની નિયુક્તિ અને તેમના વ્યક્તિગત ડેટાની સુરક્ષાનું કામ જુએ છે. હાલમાં જ OPM એ પોતાના 40 સભ્યોની સંપૂર્ણ પ્રોક્યોરમેન્ટ ટીમને કાઢી દીધી છે. 

આ સમાચાર શેર કરો