મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

US: ટેક્સાસમાં પાંચ વાહનો વચ્ચે ભયાનક અથડામણ,ચાર ભારતીયો જીવતા ભૂંજાયા 

અમેરિકાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસમાં મંગળવારે પાંચ વાહનોની ભયાનક અથ

US: ટેક્સાસમાં પાંચ વાહનો વચ્ચે ભયાનક અથડામણ,ચાર ભારતીયો જીવતા ભૂંજાયા 

અમેરિકાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસમાં મંગળવારે પાંચ વાહનોની ભયાનક અથડામણમાં ચાર ભારતીયોના મોત થયા હતા. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. એક ઝડપી ટ્રકે એસયુવી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અથડામણ બાદ કારમાં આગ લાગી હતી અને તમામ મુસાફરો દાઝી ગયા હતા. પીડિતોની ઓળખની પુષ્ટિ કરવા માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

મૃતકોની ઓળખ

મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં આર્યન રઘુનાથ ઓરમપતિ, ફારૂક શેખ, લોકેશ પલાચરલા અને દર્શિની વાસુદેવનનો સમાવેશ થાય છે. તે બધા કારપૂલિંગ એપ દ્વારા જોડાયેલા હતા અને બેન્ટનવિલે, અરકાનસાસ તરફ જતા હતા. આર્યન અને તેનો મિત્ર ફારૂક ડલાસમાં એક સંબંધીને મળી પરત ફરી રહ્યા હતા, જ્યારે લોકેશ તેની પત્નીને મળવા જઈ રહ્યો હતો. ટેક્સાસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલી દર્શિની તેના કાકાને મળવા જઈ રહી હતી.

અમેરિકામાં કામ કરવાની ઘેલછા વધી 

ઓરમપથીના પિતા સુભાષ ચંદ્ર રેડ્ડી હૈદરાબાદમાં મેક્સ એગ્રી જેનેટિક્સ પ્રાઈવેટ લિમિટેડના માલિક છે. ઓરમપથીએ અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, કોઈમ્બતુરમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેમના એક સંબંધીએ જણાવ્યું હતું કે ઓરમપથીના માતા-પિતા મે મહિનામાં તેમના દીક્ષાંત સમારોહ માટે યુએસ આવ્યા હતા અને તેમને ભારત પાછા ફરવાનું કહ્યું હતું. તે સમયે ઓરમાપથીએ હજુ થોડો સમય અમેરિકામાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

હૈદરાબાદનો રહેવાસી ફારૂક શેખ બેન્ટનવિલેમાં રહેતો હતો અને તેણે તાજેતરમાં જ એમએસની ડિગ્રી પૂર્ણ કરી હતી. તેના પિતા મસ્તાન વલીએ કહ્યું, 'ફારૂક ત્રણ વર્ષ પહેલા એમએસની ડિગ્રી પૂર્ણ કરવા અમેરિકા ગયો હતો. તેણે તાજેતરમાં તે પૂર્ણ કર્યું. મારી પુત્રી પણ અમેરિકામાં રહે છે અને પરિસ્થિતિને સંભાળી રહી છે.

વાલી એક રિટાયર્ડ પ્રાઈવેટ કર્મચારી છે. જ્યારે, દર્શિની વાસુદેવન તમિલનાડુની રહેવાસી હતી અને ફ્રિસ્કો, ટેક્સાસમાં રહેતી હતી.

પાંચ વાહનો વચ્ચે ટક્કર થઈ હતી

અહેવાલો અનુસાર, અકસ્માતમાં પાંચ વાહનો સામેલ હતા. એક ઝડપી ટ્રકે પીડિતોની એસયુવીને પાછળથી ટક્કર મારી, જેના પગલે તેમાં આગ લાગી અને તમામ મુસાફરો બળીને ખાખ થઈ ગયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, દાંત અને હાડકાના અવશેષોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો