માસિક ધર્મમાં હોવ તો રજા લેવા પેન્ટ ઉતારી પુરાવો આપો! યુનિ.ના વિવાદાસ્પદ નિયમથી હોબાળો
ચીનની બૈજિંગની યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ આખા વિશ્વને હચમચાવ્યું છે. વિદ્યાર્થિનીઓ

ચીનની બૈજિંગની યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ આખા વિશ્વને હચમચાવ્યું છે. વિદ્યાર્થિનીઓ પાસે પીરિયડમાં આવી હોવાના પુરાવા તરીકે કપડા ઉતારવાનું કહેવામાં આવતા ફક્ત ચીન નહીં આખા વિશ્વમાં ઉહાપોહ થયો છે. વીડિયોમાં જ્યારે વિદ્યાર્થિની એ તેનું લેખિતમાં પ્રમાણ માંગ્યું તો સ્ટાફે તેને જવાબ આપવાના બદલે તેને હોસ્પિટલ જવા જણાવ્યું હતું.
વાયરલ થયેલા વીડિયોમાં એક વિદ્યાર્થીનીને માંદગીમાં રજા લેવા માટે ગઈ તો તે માસિક ધર્મમાંથી પસાર થઈ રહી છે તે સાબિત કરવા તેને પેન્ટ ઉતારવાનું કહેવામાં આવ્યું. આ વાયરલ વીડિયો કોઈ ક્લિનિક જેવા સ્થળનો છે. તેમાં એક યુવા મહિલાને વૃદ્ધ મહિલા કર્મચારી સાથે સંઘર્ષમાં ઉતરતી જોઈ શકાય છે. આ યુવતી વૃદ્ધ મહિલા કર્મચારીને પૂછી રહી છે કે શું માસિક ધર્મમાં આવનારી દરેક યુવતીએ બીમાર હોવાનું પ્રમાણપત્ર મેળવવા પેન્ટ ઉતારીને બતાવવું પડે તેનો જવાબ વૃદ્ધ મહિલા હામાં આપે છે. છે. તેની સાથે તે એમ પણ કહે છે કે આ સ્કૂલનો નિયમ છે.
ગેંગદાન ઈન્સ્ટિટ્યુટ યુનિવર્સિટી કોલેજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કર્મચારીએ પ્રોટોકોલનું પાલન કર્યુ હતુ. જોકે સોશિયલ મીડિયા યુઝર્સે આ બનાવની આકરી ટીકા કરી હતી. જોકે આખા પ્રકરણને લઈને સ્કૂલ અને સ્ટુડન્ટ્સે કોઈ નિવેદન નથી આપ્યું. જોકે મૂળ વીડિયો અને સ્કૂલના નિવેદનને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવાયું છે, પરંતુ તેના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. ગેંગદાન ઈન્સ્ટિટ્યુટે 16 મેના રોજ આપેલા નિવેદનમાં જણાવાયું હતું કે તેનો વીડિયો તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યો છે.






