Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : UK news: 72 MPs rebel against Keir Starmer, Home Minister demands PM's resignation

Uk news: કીર સ્ટાર્મર વિરુદ્ધ 72 સાંસદોએ કર્યો બળવો, ગૃહમંત્રીએ જ PMનું રાજીનામું માંગ્યું

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
Uk news:  કીર સ્ટાર્મર વિરુદ્ધ 72 સાંસદોએ કર્યો બળવો, ગૃહમંત્રીએ જ PMનું રાજીનામું માંગ્યું
સોર્સ : gstv

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે પીએમ સ્ટાર્મર સામે રાજીનામું આપવા અથવા પદ છોડવાની સમયમર્યાદા નક્કી કરવાનું દબાણ આકાશે આંબી રહ્યું છે. મંગળવારની વહેલી સવાર સુધીમાં બગાવત કરનારા લેબર સાંસદોની સંખ્યા વધીને 72 પર પહોંચી ગઈ છે. લેબર પાર્ટીના કુલ 403 સાંસદોમાંથી અત્યાર સુધીમાં 71 સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે. આ સાંસદોનું કહેવું છે કે, કાં તો પીએમ તુરંત પદ છોડે અથવા તો સ્પષ્ટ કરે કે તેઓ ક્યારે રાજીનામું આપશે.

App Store

કેબિનેટમાં બે ભાગલા: ગૃહમંત્રીએ જ રાજીનામું માંગ્યું

બ્રિટિશ સરકારની કેબિનેટમાં અત્યારે બે ફાંટા પડી ગયા છે. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ગૃહમંત્રી શબાના મહમૂદે ખુલ્લેઆમ વડાપ્રધાનને રાજીનામાની તારીખ જાહેર કરવા જણાવ્યું. જોકે, કેબિનેટના મોટાભાગના મંત્રીઓ હજુ પણ પીએમની પડખે છે, પરંતુ શબાના મહમૂદ જેવું કદાવર નામ વિરોધમાં આવતા સરકારની સ્થિરતા સામે સવાલો ઉભા થયા છે. 

શા માટે થઈ રહ્યો છે આટલો વિરોધ?

લેબર પાર્ટીના નેતાઓ અને સાંસદોની નારાજગી પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

ચૂંટણીમાં પરાજય: ઈંગ્લેન્ડમાં લેબર પાર્ટીએ લગભગ 1,500 કાઉન્સિલરોની બેઠકો ગુમાવી છે.

ઐતિહાસિક હાર: વેલ્સમાં એક સદીનું વર્ચસ્વ ખતમ થયું અને સ્કોટલેન્ડમાં પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું.

વિરોધ પક્ષોનો ઉદય: રિફોર્મ યુકે અને ગ્રીન પાર્ટી લેબરના પરંપરાગત મતો ખેંચી રહી છે. 

પીએમ સ્ટાર્મરનો બચાવ

આટલા મોટા વિરોધ વચ્ચે પણ પીએમ કીર સ્ટાર્મર મક્કમ દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે, "હું મારા પર શંકા કરનારાઓને ખોટા સાબિત કરીશ. હું સ્વીકારું છું કે મારી સરકારથી કેટલીક 'ભૂલો' થઈ છે, પરંતુ મોટા રાજકીય નિર્ણયો હંમેશા સાચા લેવામાં આવ્યા છે. પદ છોડવું એ દેશને અરાજકતામાં ધકેલવા જેવું હશે."