Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump announces 50 percent tariff on India

ટ્રમ્પે ભારત ઉપર 50 ટકા ટેરિફની કરી જાહેરાત, 27 ઓગસ્ટથી અમલી થશે

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પે ભારત ઉપર 50 ટકા ટેરિફની કરી જાહેરાત, 27 ઓગસ્ટથી અમલી થશે
સોર્સ : GOOGLE

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ બોમ્બની જાહેરાત કરી છે. બુધવારે સાંજે ટ્રમ્પે ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાએ કહ્યું કે આ નિર્ણય ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબી કાર્યવાહી કરતા લીધો છે. અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફની જાહેરાત કરી છે.

App Store

હકીકતમાં, અગાઉ અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ અને દંડની જાહેરાત કરી હતી. આ પાછળનું કારણ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાનું જણાવવામાં આવ્યું હતું. ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા આદેશ અનુસાર, આ ટેરિફ 21 દિવસની અંદર અમલમાં આવશે, એટલે કે 27 ઓગસ્ટ 2025થી ભારતથી અમેરિકા જતી વસ્તુઓ ઉપર ટેરીફ લાગુ થશે. જે માલ આ તારીખ પહેલા રવાના થયો હશે અને 17 સપ્ટેમ્બર 2025 પહેલા અમેરિકા પહોંચી જશે તેને આ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ટેરિફ અન્ય તમામ ડ્યુટીઓ અને કર ઉપરાંત હશે અને ચોક્કસ કિસ્સાઓમાં છૂટ પણ આપી શકાશે. 

ટ્રમ્પ વહીવટીતંત્રે સંકેત આપ્યો છે કે, જો કોઈ અન્ય દેશ રશિયા પાસેથી સીધી કે આડકતરી રીતે તેલ આયાત કરે છે, તો તેની સામે પણ આવી જ કાર્યવાહી થઈ શકે છે. જો રશિયા કે અન્ય કોઈ અસરગ્રસ્ત દેશ યુએસ નીતિઓ અનુસાર પગલાં લેશે તો આમાં ફેરફાર પણ શક્ય છે. 

ટોપિક્સ:trumptariffdonald trumpgstv