મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

2050 સુધીમાં વિશ્વની દર ચારમાંથી ત્રણ વ્યક્તિ દુષ્કાળથી પ્રભાવિત થશે, ભારત પર સૌથી વધુ અસર

વિશ્વભરમાં પ્રદુષણનું વધતુ પ્રમાણ અને આબોહવા પરિવર્તનના કારણે પ્રકૃતિ પર માઠી અસર થઈ રહી છે. જેના કારણે

2050 સુધીમાં વિશ્વની દર ચારમાંથી ત્રણ વ્યક્તિ દુષ્કાળથી પ્રભાવિત થશે, ભારત પર સૌથી વધુ અસર

વિશ્વભરમાં પ્રદુષણનું વધતુ પ્રમાણ અને આબોહવા પરિવર્તનના કારણે પ્રકૃતિ પર માઠી અસર થઈ રહી છે. જેના કારણે 2050 સુધીમાં લગભગ 75 ટકા વસ્તી દુષ્કાળથી પ્રભાવિત થશે. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) અને યુરોપિયન કમિશન જોઇન્ટ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં વર્લ્ડ ડ્રાઉટ એટલસ (વિશ્વનો દુષ્કાળ નકશો) પરથી આ તારણ કાઢવામાં આવ્યું છે.

જળવાયુ સંકટ

ઇટાલીના CIMA રિસર્ચ ફાઉન્ડેશન, નેધરલેન્ડની યુનિવર્સિટી અને યુએન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ હ્યુમન સિક્યુરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા વર્લ્ડ ડ્રાઉટ એટલસમાં ઉર્જા, ખેતી અને ધંધા પર દુષ્કાળની અસર વિગતવાર સમજાવવામાં આવી છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશે શરૂ કરી ભારતની જાસૂસી! કર્યું આ મોટું કામ, બોર્ડર પર એલર્ટ

દર ચારમાંથી ત્રણ લોકો દુષ્કાળથી પ્રભાવિત થશે

2025માં વિશ્વભરમાં દર ચારમાંથી ત્રણ લોકો દુષ્કાળથી પ્રભાવિત થશે, તેવો દાવો કરવામાં આવ્યો છે. આ દુષ્કાળની ભીતિને ધ્યાનમાં લેતાં તમામ દેશોએ એકજૂટ થઈ ચોક્કસ યોજનાઓ અને સહકાર સ્થાપિત કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. પુર અને ભૂકંપ કરતાં દુષ્કાળનો પ્રભાવ ધીમા ધોરણે થાય છે.

વીજ મોંઘી થશે

દુષ્કાળના લીધે હાઈડ્રોપાવરનું ઉત્પાદન ઘટશે, જેથી વીજ કાપ અને વીજની કિંમતો આસમાને પહોંચવાની શક્યતા વધશે. વધુમાં જળસ્તર ઘટતાં જળમાર્ગે ઘટતાં આંતરરાષ્ટ્રીય વેપાર પણ ખોટવાશે.

દુષ્કાળનું સંકટ

દુષ્કાળ એ માત્ર આબોહવાની કટોકટી નથી. જમીન અને પાણીના ઉપયોગ અને વ્યવસ્થાપનને લગતા માનવીય પરિબળોના કારણે સર્જાતી કટોકટી છે. માનવીય પરિબળોમાં પાણીનો દુરુપયોગ, વિવિધ વિસ્તારોમાં પાણીની અમર્યાદા, જમીનનું ખરાબ સંચાલન અને જળ સંસાધનોની ખોટી ગણતરી સમાવિષ્ટ છે.

આ પણ વાંચો : લોકસભામાં બિલ પાસ : બૅન્ક ખાતામાં હવે 4 નોમિની રાખવા સાથે 5 બૅન્કિંગ કાયદામાં કુલ 19 સુધારા

ભારત પર અસર વધુ

કૃષિ પ્રધાન દેશ ભારતમાં 25 કરોડથી વધુ લોકો ખેતી પર નિર્ભર છે. દુષ્કાળના લીધે તેના પર માઠી અસર થવાનું જોખમ વધ્યું છે. ચેન્નઈમાં દરવર્ષે 1400mm વરસાદ થાય છે. આ વરસાદનો સંગ્રહ કરી દુષ્કાળથી બચવાના ઉપાયો શોધવા રિપોર્ટમાં અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે, ચેન્નઈમાં રેનવોટર હાર્વેસ્ટિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે.

આફ્રિકા પર પણ સંકટના વાદળો

ભારત પછી સબ-સહારન આફ્રિકા પર પણ દુષ્કાળના સંકટો વધુ છે. UNCCD નિષ્ણાતોએ કહ્યું છે કે, દુષ્કાળને કારણે થતા નુકસાન ઘટાડવાની આ લડાઈમાં ડેટા શેરિંગ ચાવીરૂપ બનશે. જ્ઞાનમાં સુધારો, દુષ્કાળની આગાહી અને જોખમોને સમજવા માટે રોકાણની જરૂર છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશની શિયાળવૃતિ! ભારતથી છુપાવી પાકિસ્તાન પાસેથી ખરીદ્યો હથિયારોનો મોટો જથ્થો

દેશોને ગંભીરતાની સમીક્ષા કરવા અપીલ

યુએનસીસીડીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી ઈબ્રાહિમ થિયાવે કહ્યું કે સમય ઘણો ઓછો છે. હું તમામ દેશોને, ખાસ કરીને UNCCD દેશોને અપીલ કરું છું કે તેઓ આ એટલસના તારણોની ગંભીરતાથી સમીક્ષા કરે અને સ્થિર, સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે પગલાં લે.

આ સમાચાર શેર કરો