Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : "...then we will blow up all the oil and gas reserves" Iran in a terrible rage, warning America and Israel

VIDEO: "... તો તમામ તેલ-ગેસના ભંડારો ફૂંકી મારીશું" ઈરાન ભયંકર ગુસ્સામાં, અમેરિકા-ઈઝરાયેલને આપી મોટી ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV
 
App Store
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયેલના હુમલા દરમિયાન ઈરાનના તેલ અને ગેસ પ્લાન્ટ્સ પર હુમલો થશે, તો તે મિડલ ઈસ્ટમાં આવેલા તમામ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે.
 
ઈરાની મીડિયા દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં સેનાના ખાતમ અલ-અનબિયા કેન્દ્રીય મુખ્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈરાનના ઉર્જા પ્લાન્ટ્સ અથવા બંદરો પર કરવામાં આવેલો સીમિત હુમલો પણ ગંભીર વળતો જવાબ આપવા માટે પૂરતો હશે. પ્રવક્તાએ કહ્યું, "અમે હુમલાખોર સરકાર અને તેના તમામ સાથીઓને ચેતવણી આપીએ છીએ કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના ઉર્જા માળખા અને બંદરો પર જરાક અમસ્તો હુમલો પણ થયો, તો અમારી તરફથી ખૂબ જ જોરદાર જવાબ આપવામાં આવશે. ઈરાનની આ જવાબી કાર્યવાહીથી વિનાશ થશે."
 

અમેરિકા અને ઈઝરાયેલને ખુલ્લી ધમકી

 
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "આવી આક્રમકતાની સ્થિતિમાં આ ક્ષેત્રના તમામ તેલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને તેના પશ્ચિમી સાથી દેશોની મિલકતો પણ સામેલ છે, તે તમામને સળગાવીને રાખ કરી દેવામાં આવશે." આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને આ સંઘર્ષના કારણે વ્યાપક પાયે હુમલાઓ થઈ રહ્યા છે.
 
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, યુદ્ધ શરૂ થયા પછી અમેરિકી સેનાએ ઈરાનની અંદર 5,500થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે, જેમાં 60થી વધુ જહાજો પરના હુમલા પણ સામેલ છે. ઈરાનના વરિષ્ઠ અધિકારીઓએ પણ તણાવ વધવાના સંભવિત પરિણામો અંગે વધારાની ચેતવણીઓ જારી કરી છે.
 

શું બોલ્યા અલી લારીજાની?

 
ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીએ જણાવ્યું હતું કે ઈરાનના વીજળી માળખા પરના હુમલાથી સમગ્ર ક્ષેત્રમાં મોટું જોખમ ઊભું થઈ શકે છે. લારીજાનીએ ગુરુવારે 'X' (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "જો તેઓ આવું કરશે, તો સમગ્ર વિસ્તાર અડધા કલાકથી પણ ઓછા સમયમાં અંધારપટમાં ડૂબી જશે અને આ અંધારું અમેરિકી સૈનિકોને જીવ બચાવીને ભાગવા માટે પૂરતી તક આપશે."