દુનિયાની નજર 19 નવેમ્બર પર! પુતિન, ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની બેઠકને લઈ રશિયાની પુષ્ટિ

દુનિયાની નજર 19 નવેમ્બર પર! પુતિન, ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની બેઠકને લઈ રશિયાની પુષ્ટિ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રશિયાએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી સપ્તાહે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક બેઠકમાં ભાગ લેશે. આ બેઠક ચીનના શેનઝેન શહેરમાં યોજાનારી શિખર બેઠક દરમિયાન થશે. શનિવારે રશિયાના સરકારી મીડિયાએ આ અંગે અહેવાલ આપ્યો હતો.

ત્રિપક્ષીય બેઠક યોજવા માટે સહમતી સધાઈ

જાહેરાત

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે રશિયન સમાચાર એજન્સી TASSને જણાવ્યું હતું કે, "19 નવેમ્બરે રાષ્ટ્રપતિ પુતિન, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજવા માટે સહમતી સધાઈ છે. આ બેઠક શેનઝેનમાં APEC શિખર સંમેલન દરમિયાન યોજાશે."

ત્રણેય દેશોના વડાઓ વચ્ચેની આ પ્રથમ ત્રિપક્ષીય બેઠક હશે

ગુરુવારે યોજાનારી આ મંત્રણા અંગે અગાઉ અમેરિકાએ જાહેરાત કરી હતી. જો આ બેઠક યોજાશે તો ત્રણેય દેશોના વડાઓ વચ્ચેની આ પ્રથમ ત્રિપક્ષીય બેઠક હશે. જોકે, ચીને હજુ સુધી આ બેઠક અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલન

વ્હાઇટ હાઉસની એક પ્રવક્તાએ શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, દક્ષિણ ચીનના શહેર શેનઝેનમાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલન દરમિયાન ત્રણેય નેતાઓ મુલાકાત કરશે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં વૈશ્વિક સ્તરે પરમાણુ શસ્ત્રોમાં ઘટાડો કરવા તેમજ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા થઈ શકે છે. જોકે, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો મુદ્દો આ ચર્ચામાં સામેલ નહીં હોય.

આ સમાચાર શેર કરો

જાહેરાત