મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

આ દિગ્ગજ કમ્પ્યુટર કંપનીએ 12,500 કર્મચારીઓની છૂટા કર્યા

કમ્પ્યુટર દિગ્ગજ કંપની ડેલ દ્વારા તેના લગભગ 12,500 કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દીધા છે. કંપનીએ સેલ્સ ડ

આ દિગ્ગજ કમ્પ્યુટર કંપનીએ 12,500 કર્મચારીઓની છૂટા કર્યા

કમ્પ્યુટર દિગ્ગજ કંપની ડેલ દ્વારા તેના લગભગ 12,500 કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દીધા છે. કંપનીએ સેલ્સ ડિવિઝનમાં મોટા રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે. સેલ્સ ઓપરેશનને આધુનિક બનાવવા અને AI પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે છટણી કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ કંપનીએ 6 ઓગસ્ટના રોજ એક ઈન્ટર્નલ મેમો થકી કર્મચારીઓને આ ફેરફારો વિશે જાણ કરી હતી, જેમાં સેલ્સ ટીમને સેન્ટ્રલાઈઝ કરવા અને એક નવું AI-કેન્દ્રિત સેલ્સ યુનિટ બનાવવાની યોજનાની રૂપરેખા આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ડેલ કંપનીમાં અસરગ્રસ્ત કર્મચારીઓની ચોક્કસ સંખ્યા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ લગભગ 12,500 કર્મચારીઓ આ છટણીનો ભોગ બન્યા છે. આનાથી ડેલના લગભગ 10% કર્મચારીઓ પ્રભાવિત થયા છે.

  "ગ્લોબલ સેલ્સ મોર્ડનાઇઝેશન અપડેટ" શીર્ષક હેઠળ તૈયાર કરેલો છટણી મેમો વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ બિલ સ્કેનેલ અને જોન બાયર્ન દ્વારા મોકલવામાં આવ્યો હતો. તે સ્ટ્રીમ લાઇન મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા અને રોકાણોને પુનઃપ્રાધાન્ય આપવાના કંપનીના ઇરાદાઓનું વિગતવાર વર્ણન કરે છે.

ડેલ કંપની દ્વારા કર્મચારીઓની છટણીની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. સેલ્સ ડિવિઝનના કેટલાક કર્મચારીઓએ છટણી કરવામાં આવી હોવાની અથવા જેમની છટણી થઈ છે તેઓએ સહકર્મીઓને જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર છટણીની અસર મુખ્યત્વે મેનેજર અને સિનિયર મેનેજરોને થઈ હતી. તેમાંથી કેટલાક બે દાયકાથી કંપનીમાં કામ કરી રહ્યા છે.

એક કર્મચારીએ પોતાની ઓળખ બતાવ્યા વિના જણાવ્યું કે, આમાં મોટે ભાગે મેનેજર્સ, ડાયરેક્ટ અને વીપી હતા. તેમણે માર્કેટિંગ અને ઓપરેશન્સને પ્રભાવિત કર્યું. દરેક મેનેજરના અંડરમાં ઓછામાં ઓછા 15 કર્મચારીઓ છે.

દર છ મહિને છટણી

ટેક કંપની ડેલ માં છટણી નવાઈની વાત નથી. આ એક મોટા ટ્રેડનો હિસ્સો છે. કંપનીએ ફેબ્રુઆરી 2023થી તેના કર્મચારીઓની સંખ્યા 130,000થી ઘટાડીને લગભગ 120,000 કરી દીધી છે. એક કર્મચારીએ કહ્યું કે, આમાં આગળ વધવાની કોઈ તક નથી. હું નવ મહિનાથી ડેલની બહાર નવી નોકરી શોધી રહ્યો છું.

આ સમાચાર શેર કરો