મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO:24 અબજ ડૉલરની માંગ પર અટક્યો મામલો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભારે અશાંતિ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની રાજકીય વાટાઘાટો સંપૂર્ણપણે ઠપ્પ થઈ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભારે અશાંતિ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની રાજકીય વાટાઘાટો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. તેહરાને સ્પષ્ટ શરત મૂકી છે કે જ્યાં સુધી અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા તેના અબજો ડૉલર મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સમજૂતી શક્ય નથી.ઈરાનના સર્વોચ્ચ નેતા મોહમ્મદ મોહતબા ખામેનેઈના સૈન્ય સલાહકાર મોહસેન રેઝાઈએ તેહરાનમાં CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોટો ધમાકો કરતાં કહ્યું છે કે, હાલમાં આ વાટાઘાટો ગતિરોધમાં છે અને હવે નિર્ણય ટ્રમ્પે જ લેવાનો છે. ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ઈરાન યુદ્ધોમાં વિજયી બનીને ઉભરી આવ્યું છે. આ આખા વિવાદના કેન્દ્રમાં ઈરાનનું ફ્રીઝ થયેલું ફંડ છે. ઈરાન માંગ કરી રહ્યું છે કે અમેરિકા તેના જપ્ત કરાયેલા 24 અબજ ડૉલર તાત્કાલિક મુક્ત કરે. મોહસેન રેઝાઈએ આ રકમ મેળવવા માટેનો આખો પ્લાન રજૂ કર્યો છે. જે અનુસાર બંને દેશો વચ્ચે પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર થતાં જ અમેરિકાએ 12 બિલિયન ડૉલર મુક્ત કરવા પડશે. જ્યારે વાટાઘાટોના આગળના તબક્કા દરમિયાન બાકીના 12 બિલિયન ડૉલર મુક્ત કરવાના રહેશે.

આ સમાચાર શેર કરો