Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : the 'bridge of trust' built between America and Europe has broken! Did European countries abandon Trump's hand?

આખરે અમેરિકા અને યુરોપ વચ્ચે બનેલો 'ભરોસાનો બ્રિજ' તૂટ્યો! ઈરાન સાથેના યુદ્ધમાં યુરોપિયન દેશોએ છોડ્યો ટ્રમ્પનો હાથ?

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
આખરે અમેરિકા અને યુરોપ વચ્ચે બનેલો 'ભરોસાનો બ્રિજ' તૂટ્યો! ઈરાન સાથેના યુદ્ધમાં યુરોપિયન દેશોએ છોડ્યો ટ્રમ્પનો હાથ?
સોર્સ : GSTV

બીજા વિશ્વયુદ્ધમાં હિટલર સામે મળેલી અમેરિકી મદદનું દેવું ચૂકવતા આવતા યુરોપિયન દેશો હવે થાકી ગયા છે. દાયકાઓ સુધી દુનિયાએ એક જ ચિત્ર જોયું કે જ્યારે પણ અમેરિકાએ યુદ્ધનું રણશિંગુ ફૂંક્યું, નાટો (NATO)ના નામે યુરોપિયન દેશો તેની પાછળ ઢાલ બનીને ઊભા રહી ગયા. પછી ભલે તે 1990નું ખાડી યુદ્ધ હોય, 2001નો અફઘાનિસ્તાન હુમલો હોય, કે 2003નું ઈરાક આક્રમણ. પશ્ચિમી દેશો હંમેશા એક 'બ્લોક' તરીકે દેખાઈ. પરંતુ ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયેલ પોતાને એક રાજદ્વારી ટાપુ પર ઉભેલા જોઈ રહ્યા છે.

App Store

જર્મની: "અમારો હાથ યુદ્ધમાં નહીં હોય"

જર્મનીના રાજદૂત ડો. ફિલિપ એકરમેને કહ્યું, તે બર્લિનની ઊંડી અસુરક્ષા દર્શાવે છે. જર્મની માટે આ યુદ્ધ 'અસ્તિત્વનું સંકટ' છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ અમારું યુદ્ધ નથી. અમારામાંથી કોઈ નહોતું ઈચ્છતું કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય, પરંતુ અત્યારે ઈરાનમાં જે થઈ રહ્યું છે તે પણ સમજની બહાર છે.

જર્મનીની અર્થવ્યવસ્થા પહેલાથી જ ઉર્જા સંકટથી ઝઝૂમી રહી છે. એકરમેને સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથે યુદ્ધનો અર્થ છે યુરોપ માટે 'એનર્જી સુસાઈડ' (ઉર્જા આત્મહત્યા). જર્મનીનું માનવું છે કે અમેરિકા ઈરાનમાં ગૂંચવાઈને રશિયાને ખુલ્લું મેદાન આપી રહ્યું છે.

ઈટાલી: "આંતરરાષ્ટ્રીય નિયમોના ધજાગરા ન ઉડાવી શકાય"

ઈટાલીના રાજદૂત એન્ટોનિયો બાર્ટોલીએ અમેરિકાને અરીસો બતાવ્યો છે. ઈટાલીએ સાફ કરી દીધું છે કે તેના સૈન્ય મથકોનો ઉપયોગ માત્ર 'લોજિસ્ટિક' (ખાવા-પીવાની સામગ્રી, દવા) માટે થશે, બોમ્બમારો કરનારા વિમાનો માટે નહીં.

સ્પેન: "ઈતિહાસ પુનરાવર્તિત કરવાની ભૂલ નહીં"

સ્પેને ઈઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવી લીધા છે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે તેને "Flagrant illegality" (ઘોર ગેરકાયદેસરતા) ગણાવી છે. સ્પેનનો નારો સ્પષ્ટ છે: "યુદ્ધને નહીં, શાંતિને તક આપો."

ફ્રાન્સ અને બ્રિટન: વફાદારીનું સંકટ

રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને બે ટૂંક શબ્દોમાં કહ્યું- "ઈરાન પર યુએસ સ્ટ્રાઈક આંતરરાષ્ટ્રીય કાયદાની બહાર છે... પેરિસ તેને મંજૂરી આપી શકે નહીં." ફ્રાન્સની સ્થિતિ અત્યારે સંપૂર્ણ રીતે રક્ષણાત્મક (defensive) છે.

બ્રિટન, જે અમેરિકાનો સૌથી વફાદાર ભાગીદાર ગણાતો હતો, તે પણ આ વખતે ખચકાઈ રહ્યો છે. વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું કે અમારી અત્યારે આ યુદ્ધમાં સામેલ થવાની કોઈ યોજના નથી. આર્થિક મંદી અને જનતાના દબાણે લંડનના હાથ બાંધી દીધા છે.

નાટો (NATO)

નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટેએ સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. નાટો અત્યારે પોતાની સીમાઓ સાચવવા પૂરતું સીમિત છે અને ઈરાન સામેના આક્રમક ઓપરેશનમાં જોડાવાનું ટાળી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પ્રહારો

ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેન અને બ્રિટન પર સીધો હુમલો કરતા કહ્યું: "સ્પેન ટેરિબલ છે... અમે તેની સાથેના તમામ વેપાર સંબંધો તોડવા જઈ રહ્યા છીએ." બ્રિટન વિશે તેમણે કહ્યું કે અત્યારે ત્યાં જે નેતૃત્વ છે તે 'વિન્સ્ટન ચર્ચિલ' નથી. ટ્રમ્પનો તર્ક છે કે જો યુરોપ આજે અમેરિકા સાથે નથી, તો કાલે જ્યારે યુરોપ પર સંકટ આવશે, ત્યારે અમેરિકા કેમ સાથ આપે?

નવા વર્લ્ડ ઓર્ડરના ભણકારા

ઈરાન યુદ્ધે સાબિત કરી દીધું છે કે 'પશ્ચિમી એકતા' હવે એક ભ્રમ બની ગઈ છે. ગ્રીનલેન્ડ વિવાદ જેવી ઘટનાઓએ યુરોપને અહેસાસ કરાવ્યો છે કે અમેરિકા હવે 'ભાગીદાર' નહીં પણ 'માલિક' જેવું વર્તન કરી રહ્યું છે.