Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : "Iran must accept this one condition" - Trump's big statement on ceasefire issue amid tensions in the Middle East

"ઈરાને આ એક શરત તો માનવી જ પડશે"- મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સીઝફાયર મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
"ઈરાને આ એક શરત તો માનવી જ પડશે"- મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સીઝફાયર મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન
સોર્સ : GSTV

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ હાલ ઈરાન સાથે કોઈ પણ સમજૂતી કરવાના મૂડમાં નથી. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું કે, જો ભવિષ્યમાં કોઈ સમજૂતી થશે તો તેમાં ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરવો પડશે તેવી મુખ્ય શરત રહેશે.

App Store

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે 'ગ્લોબલ પ્લાન'

તેલના પુરવઠા માટે અત્યંત મહત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા માટે ટ્રમ્પ મોટી યોજના બનાવી રહ્યા છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશો આ જળમાર્ગની સુરક્ષા માટે પોતાના યુદ્ધજહાજો મોકલે. આ પગલાનો હેતુ તેલના ટેન્કરોની સુરક્ષા સુનિશ્ચિત કરી વિશ્વમાં વધી રહેલા તેલના ભાવ પર અંકુશ મેળવવાનો છે.

ખર્ગ દ્વીપ પર અમેરિકી હુમલો

ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે અમેરિકી સેનાએ ઈરાનના મહત્વના ઓઈલ સેન્ટર 'ખર્ગ આઇલેન્ડ' પર હુમલો કર્યો છે. આ હુમલામાં દ્વીપના ઘણા હિસ્સાઓ નાશ પામ્યા છે, પરંતુ પાઇપલાઇન અને ઉર્જા માળખાને સાવચેતીપૂર્વક મર્યાદિત નુકસાન પહોંચાડાયું છે જેથી તેને ફરીથી બનાવી શકાય. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં અમેરિકાના 13 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.

મોજતબા ખમેનેઈ પર સવાલ

ટ્રમ્પે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખમેનેઈ વિશે પણ શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ખમેનેઈ લાંબા સમયથી જાહેરમાં દેખાયા નથી, તેથી તેઓ જીવિત છે કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી. આ સિવાય ટ્રમ્પે ઈરાનના મિસાઈલ અને ડ્રોન સિસ્ટમ નાશ પામ્યા હોવાનો દાવો પણ કર્યો છે. યુક્રેન મુદ્દે વાત કરતા ટ્રમ્પે વલોદિમિર ઝેલેન્સ્કીની ટીકા કરી અને કહ્યું કે પુતિન કરતા ઝેલેન્સ્કી સાથે સમજૂતી કરવી વધુ મુશ્કેલ છે.