અમેરિકામાં હવાઈ સંકટ યથાવત, હજારો ફ્લાઇટ્સ રદ-ડિલે

અમેરિકામાં હવાઈ સંકટ યથાવત, હજારો ફ્લાઇટ્સ રદ-ડિલે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકામાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના એર ટ્રાફિક કંટ્રોલ કોમ્યુનિકેશન સિસ્ટમમાં સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખરાબીના કારણે હવાઈ સેવાઓને થયેલું નુકસાન શનિવાર અને રવિવારે પણ યથાવત રહ્યું છે. એવિયેશન ટ્રેકિંગ વેબસાઇટ 'ફ્લાઇટઅવેર'ના આંકડા મુજબ, શુક્રવારે હજારો ફ્લાઇટ્સ પ્રભાવિત થયા બાદ, શનિવારે પણ 6,150થી વધુ ઉડાનો રદ કરવામાં આવી હતી અને 7,300થી વધુ વિમાનો મોડા પડ્યા હતા, જ્યારે રવિવાર માટે નિર્ધારિત 530થી વધુ ફ્લાઇટ્સ અગાઉથી જ રદ કરી દેવામાં આવી છે.

પરિવહન સચિવ શૉન ડફીના જણાવ્યા અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો હાર્ડવેર ખૂબ જૂનો હોવાને કારણે આ ખરાબી સર્જાઈ હતી, જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ સાયબર હુમલો નહોતો. 9/11 પછી સર્જાયેલી આ સૌથી મોટી હવાઈ કટોકટી બાદ FAA ના પ્રમુખ બ્રાયન બેડફોર્ડે મુસાફરોની માફી માગતા જણાવ્યું છે કે સિસ્ટમ સ્થિર થઈ રહી છે પરંતુ રવિવાર સાંજ સુધીમાં જ સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે. ડેનવર સહિતના અનેક મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સેંકડો ફ્લાઇટ્સ રદ થવાથી હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે.

જાહેરાત

હવાઈ સેવાઓ ઠપ થવાના કારણે એરલાઇન્સ કંપનીઓ સામે વિમાનો, પાઇલોટ્સ અને ક્રૂ મેમ્બર્સના શેડ્યુલને ફરીથી વ્યવસ્થિત કરવા મોટો પડકાર ઉભો થયો છે. અધિકારીઓ દ્વારા સામાન્ય સેવાઓ બહાલ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, પરંતુ એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત