Video: અમેરિકામાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ અને ઓઇલ જહાજ વચ્ચે ટક્કર

મિસિસિપી નદી પર ન્યૂ ઓર્લિયન્સના પોર્ટ પર ઊભેલી એક રિવર ક્રૂઝ શિપ સાથે એક ટેન્કરની જોરદાર ટક્કર થઈ ગઈ. ટેન્કર કથિત રીતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠું હતું. લગભગ 180 લોકોની ક્ષમતા ધરાવતી ક્રૂઝ બોટમાં પાણી ભરવા લાગ્યું અને તે પલટી ગઈ પરંતુ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે બચી ગયા. મેયર હેલેના મોરેનોએ જણાવ્યું કે, મિસિસિપી નદી પર આ એક ખરેખર ચમત્કાર છે. કોઈ પણ વ્યક્તિ ગુમ નથી. તેમણે જણાવ્યું કે 32 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કોઈની પણ હાલત ગંભીર નથી. ટગબોટ ઓપરેટર્સ, પોલીસ, નજીકના મજૂરો અને બચાવકર્મીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અનેક લોકો અને બે પોલીસ અધિકારીઓને 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા નદીના ઠંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જાહેરાત




