‘ભારતમાં ટેસ્લાનો વેપાર બરબાદ થઇ જશે’, એલન મસ્કના પ્લાનથી ચીનને લાગ્યો ડર
એલન મસ્ક ભારતમાં પોતાનો વેપાર વધારવા માટે ટેસ્લાની ફેક્ટરી લગાવવા માંગે છે. ટેસ્લાના માલિક ભારતના પ્રવાસે એક અઠવાડિ

એલન મસ્ક ભારતમાં પોતાનો વેપાર વધારવા માટે ટેસ્લાની ફેક્ટરી લગાવવા માંગે છે. ટેસ્લાના માલિક ભારતના પ્રવાસે એક અઠવાડિયા માટે આવી શકે છે. એલન મસ્કનો આ પ્રવાસ 22 એપ્રિલથી શરૂ થશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરશે. આ વચ્ચે ચીનને એલન મસ્કનો પ્લાન પસંદ આવ્યો નથી.
ચીને કહ્યું કે ભારતમાં ટેસ્લાનો વેપાર બરબાદ થઇ જશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારત માટે ટેસ્લાને આમંત્રિત કરવો મુશ્કેલ હશે કારણ કે અમેરિકન કાર નિર્માતા કંપની ઘણી ઓછી તૈયારી અને અપરિપકવ ભારતીય બજારમાં કામ નહીં કરી શકે. ચીને કહ્યું કે ભારતમાં EV સુવિધામાં ટેસ્લાના આગામી રોકાણથી દેશને લાભ થશે અને EVનું ઉત્પાદન વધશે, જે ટેસ્લા માટે વધારે યોગ્ય નહીં હોય.
ચીનને એલન મસ્કનો પ્લાન પસંદ ના પડ્યો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે Teslaનો સવાલ છે, આ મુખ્ય રીતે મધ્ય અને ઉચ્ચ અંત વિસ્તાર અને પરિપકવ બજારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કોઇ નથી જાણતું કે તેને ભારતમાં સફળતા મળશે કે નહીં મળે. જ્યારે ભારતનું EV બજાર વધી રહ્યું છે, તેનો આકાર નાનો છે. કેટલાક આંકડાથી ખબર પડે છે કે 2023માં ભારતમાં વેચવામાં આવેલા કેટલાક વાહનોમાં EVની ભાગીદારી માત્ર 2.3 ટકા હતી.
ચીનનું એમ પણ કહેવું છે કે ભારતમાં કેટલાક પડકાર છે. ચીન કહે છે કે ભારતમાં વિજળીની કમી છે. સાથે જ ભારતીય માર્કેટમાં નફો કમાવવો ઘણો મુશ્કેલ છે.
ચીનમાં ટેસ્લાનો વેપાર
ટેસ્લા ગ્લોબલ લેવલ પર કેલિફોર્નિયા, ચીન, ટેક્સાસ અને જર્મનીમાં ચાર ઇલેક્ટ્રિક કાર કારખાના સંચાલિત કરી રહ્યું છે. ચીનમાં ટેસ્લાએ ગીગા શંઘાઇમાં પ્લાન્ટ લગાવેલો છે. આ કારખાનાએ તાજેતરના વર્ષોમાં અડધાથી વધુ ટેસ્લા ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કર્યું છે. જે ટેસ્લાના ગ્લોબલ પ્રોડ્યૂસ નેટવર્કમાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને નીભાવી છે.








