મુંબઈ 26/11 હુમલાનો ગુનેગાર આતંકી અબ્દુલ રહમાન મક્કીનું મોત, 2020માં થઈ હતી સજા
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાન

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનના લાહોરમાં મોત થયું છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે મોત થયું છે. 26/11ના મુંબઈ હુમલાનો ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કી આતંકવાદી હાફિઝ સઈદનો સંબંધી છે. અમેરિકાએ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. તે ભારતમાં વોન્ટેડ હતો. અબ્દુલ રહેમાન મક્કી લશ્કર-એ-તૈયબાના ટેરર ફંડિંગની દેખરેખ રાખતો હતો.
આ પણ વાંચોઃ શેખ હસીનાને પરત સોંપવા મુદ્દે ભારતનો મોટો નિર્ણય, બાંગ્લાદેશને આપ્યો આ જવાબ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 1267 ISIL (Da'esh) અને અલ કાયદાની પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. આ સાથે તેની સંપત્તિઓ પણ ફ્રીઝ કરવામાં આવી હતી. મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હથિયારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.




