Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Syria liberated from Assad', army commanders announce

સીરિયામાં તખ્તા પલટ: દમાસ્કસમાં ભારે હિંસા વચ્ચે સૈન્ય કમાન્ડરોએ લગાવ્યા આઝાદીના નારા

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સીરિયામાં તખ્તા પલટ: દમાસ્કસમાં ભારે હિંસા વચ્ચે સૈન્ય કમાન્ડરોએ  લગાવ્યા આઝાદીના નારા

વિદ્રોહીઓએ સીરિયા પર વિજય મેળવ્યો છે. તેઓએ રાજધાની દમાસ્કસ પર કબજો જમાવી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે.

App Store

બળવાખોરોએ દેશના સંરક્ષણ મંત્રાલય પર કબજો કરી લીધો

બળવાખોરોએ દેશના સંરક્ષણ મંત્રાલય પર કબજો કરી લીધો. તેઓએ સાર્વજનિક રેડિયો અને ટીવી બિલ્ડિંગ પર કબજો મેળવ્યો. આ એક સિમ્બોલિક સાઇટ છે, કારણ કે અહીંથી તેઓ નવી સરકારની જાહેરાત કરી શકે છે. હાલમાં વિદ્રોહીઓ હવામાં ગોળીબાર કરીને રાજધાનીમાં વિજયની ઉજવણી કરી રહ્યા છે.

સીરિયાના સૈન્ય કમાન્ડરોએ ઔપચારિક જાહેરાત કરી

સીરિયાના સૈન્ય કમાન્ડરોએ ઔપચારિક રીતે જાહેરાત કરી છે કે દેશમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદના 24 વર્ષના તાનાશાહી શાસનનો અંત આવ્યો છે અને સીરિયા અસદથી સ્વતંત્ર થઈ ગયું છે. અગાઉ, અસદ, જેણે પોતાના દેશમાં તમામ પ્રકારના પ્રતિકારને કચડી નાખ્યા હતા, તે તેમના વિશેષ વિમાનમાં અજાણ્યા ગંતવ્ય તરફ જતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Syria / બળવાખોરોએ ઘણા શહેરો પર કર્યો કબજો, પ્રમુખ દેશ છોડી ભાગ્યા?

બાથ પાર્ટીના 50 વર્ષના શાસનનો અંત

પચાસ વર્ષ પહેલાં, બશર અલ-અસદના પિતા હાફેઝ અલ-અસદે ભારે રક્તપાત કરીને દેશમાં સત્તા કબજે કરી હતી. બળવાખોરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બાથિસ્ટ શાસન (અસદની પાર્ટી) હેઠળ 50 વર્ષના જુલમ અને 13 વર્ષના ગુના, ત્રાસ અને વિસ્થાપન અને તમામ પ્રકારના કબજા હેઠળના દળોનો સામનો કરતા લાંબા સંઘર્ષ પછી, અમે આજે, ડિસેમ્બર 8, 2024, અમે તે અંધકાર યુગનો અંત અને સીરિયા માટે નવા યુગની શરૂઆતની ઘોષણા કરીએ છીએ."
સીરિયામાં આ પ્રકારનો બળવો અને તખ્તાપલટની આ પહેલી ઘટના નથી. 1950-60ના દાયકામાં જ્યારે સીરિયામાં બળવો થયો ત્યારે સેનાએ પહેલા રેડિયો-ટીવી બિલ્ડિંગ પર કબજો કર્યો અને પછી નવી સરકારની જાહેરાત કરી. હવે ફરી એકવાર હયાત તહરીર અલ-શામ (HTS જૂથ) એ તે જ બળવાનું પુનરાવર્તન કર્યું છે.

અસદનું વિમાન પણ રડારથી ગાયબ

મીડિયા અહેવાલ પ્રમાણે બશર અલ અસદ રશિયન કાર્ગો પ્લેનમાં સીરિયાથી રવાના થઈ ગયા છે અને અસદનું વિમાન પણ રડારથી ગાયબ છે. તેમની કોઈ માહિતી નથી મળી રહી. બીજી તરફ સીરિયાના વડા પ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ પોતાના ઘરેથી એક વિડિયો નિવેદન જારી કરીને કહ્યું કે, હું દેશમાં જ રહીશ અને સત્તાના સરળ હસ્તાંતરણ માટે કામ કરીશ.