Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : SIPRI report makes a big revelation! Arms manufacturers' earnings have plummeted amid wars around the world...

SIPRIના રિપોર્ટે કર્યો મોટો ખુલાસો! દુનિયામાં યુદ્ધો વચ્ચે શસ્ત્રો ઉત્પાદકોની કમાણી થઈ અધધધ...

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2025
લાઇવ ટીવીGoogle News
SIPRIના રિપોર્ટે કર્યો મોટો ખુલાસો! દુનિયામાં યુદ્ધો વચ્ચે શસ્ત્રો ઉત્પાદકોની કમાણી થઈ અધધધ...
સોર્સ : GSTV

રશિયા-યુક્રેન, ગાઝામાં ઈઝરાયેલ-હમાસ સહિતના યુદ્ધોના પગલે દુનિયામાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે ત્યારે હથિયારોનું ઉત્પાદન કરતી કંપનીઓની આવક વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ 2024માં દુનિયાની ટોચની 100 હથિયાર બનાવતી કંપનીઓની કમાણી 5.9 ટકા વધી ગઈ હતી અને તેમની આવક વધીને 679 અબજ ડોલર થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં આ આંકડો સૌથી વધુ છે. જોકે, હથિયારોની આ રેસમાં સૌથી વધુ લાભ અમેરિકન કંપનીઓને થયો છે જ્યારે ચીનની કંપનીઓને કોઈ લાભ થયો નથી.

App Store

SIPRIએ કર્યો રિપોર્ટ જાહેર

રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા સંઘર્ષ અને અનેક દેશો દ્વારા પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે વધુ ખર્ચ કરવાના કારણે દુનિયામાં હથિયારોની માગ વધી છે. આવા સમયે દુનિયામાં હથિયારોના સોદાઓ પર નજર રાખતી સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સીપરી)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ દુનિયામાં હથિયારોની રેસના પગલે શસ્ત્રો બનાવતી ટોચની 100 કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

શસ્ત્રો વેચાણથી સૌથી વધુ લાભ યુરોપ અને અમેરિકાની કંપનીઓને

રિપોર્ટમાં જણાવાયું છે કે શસ્ત્રોના વેચાણથી આવકમાં સૌથી વધુ લાભ યુરોપ અને અમેરિકાની કંપનીઓને થયો છે. ટોચની 100માંથી અમેરિકાની 39માંથી લોકહીડ માર્ટિન, નોથ્રોર્પ ગુ્રમેન અને જનરલ ડાયનેમિક્સ સહિતની 30 કંપનીઓની સંયુક્ત આવક 3.8 ટકા વધીને 334 અબજ ડોલર થઈ છે, પરંતુ અમેરિકામાં અનેક હથિયાર પ્રોજેક્ટ જેમ કે એફ-35 ફાઈટર જેટમાં વિલંબ અને બજેટની સમસ્યા ચાલી રહી છે, જેણે આ કંપનીઓની આવકમાં વૃદ્ધિ પર બ્રેક મારી છે. બીજીબાજુ રશિયા સિવાયના યુરોપમાં શસ્ત્રો બનાવતી 26માંથી 23 કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે યુરોપના દેશોએ તેમનો સૈન્ય ખર્ચ વધારી દીધો છે. યુરોપની કંપનીઓની કુલ આવક 13 ટકા વધીને 151 અબજ ડોલર થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે યુરોપ પર રશિયાના આક્રમણના જોખમે આ દેશોની હથિયારોની ખરીદી વધારી છે.

યુરોપના દેશોઓ સંરક્ષણ બજેટ વધાર્યું

વધુમાં યુરોપના અનેક દેશોએ યુક્રેનને હથિયારો પૂરા પાડવા માટે તેમનું સંરક્ષણ બેજટ વધાર્યું છે. ચેક ગણરાજ્યના ચેકોસ્લોવાક જૂથની હથિયારોની ખરીદી 193 ટકા વધી છે, જેમાં યુક્રેન માટે તોપના ગોળાની ખરીદીના સરકારી પ્રોજેક્ટનું મોટું યોગદાન રહ્યું છે. યુક્રેન જેએસસી સંરક્ષણ ઉદ્યોગને 41 ટકા વધારો થયો છે. આ સિવાય રશિયામાં બે કંપનીઓ રોસ્ટેક અને યુનાઈટેડ શિપબિલ્ડિંગ કોર્પોરેશનને પણ ઘણો લાભ થયો છે. બંનેની કમાણી 23 ટકા વધીને 31.2 અબજ ડોલર થઈ હતી.

ઈઝરાયેલની કંપનીઓની આવક 16 ટકા વધીને 16.2 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. ગાઝામાં હમાસ સહિત આજુબાજુના મુસ્લિમ દેશો સાથે ઈઝરાયેલના યુદ્ધના કારણે સરકારે નવા ઓર્ડર આપ્યા છે. દુનિયામાં શસ્ત્રો બનાવતી કંપનીઓની આવક વધવા વચ્ચે ચીનમાં ભ્રષ્ટાચારના આરોપ, અનેક મોટા કરાર ખતમ થવાના પગલે ચીનની આઠ કંપનીઓની કમાણી વધવાના બદલે 10 ટકા ઘટી ગઈ છે.