Video: અમેરિકામાં હેલોવીન વીકેન્ડ પર કેટલાય શહેરોમાં ગોળીબાર, 24થી વધુ લોકોનાં મોત

અમેરિકામાં હેલોવીન વીકેન્ડ દરમિયાન કેલિફોર્નિયાથી લઈને ડેલાવેર સુધી હિંસક ગોળીબારની અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં યુનિવર્સિટી કેમ્પસ અને નાઇટલાઇફ વિસ્તારો લોહિયાળ બન્યા હતા. ટેક્સાસના ડલ્લાસમાં ડીપ એલમ વિસ્તારમાં માત્ર ૭૫ મિનિટમાં ગોળીબારની ત્રણ ઘટનાઓ બની, જેમાં ૪ લોકોનાં મોત અને ૧૫ ઇજાગ્રસ્ત થયા. જ્યારે સેન ફ્રાન્સિસ્કો પાસેના ફેયરફિલ્ડમાં એક હેલોવીન સ્ટોર પર થયેલી ફાયરિંગમાં ૩૧ વર્ષીય સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હતું અને ૬ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત, અલાબામાના બર્મિંગહામમાં એક ફૂટબોલ મેચ બાદ લેજન્ડ ફિલ્ડ બહાર થયેલા ગોળીબારમાં ૧ વ્યક્તિનું મોત થયું હતું અને ૮ લોકો ઘાયલ થયા હતા, જેમાં પોલીસે મોડિફાઈડ હથિયાર સાથે ૧૭ વર્ષીય સગીર આરોપીની ધરપકડ કરી છે. આ બનાવથી અમેરિકામાં કાયદો અને વ્યવસ્થા તથા ગન કલ્ચર સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે.
જાહેરાત




