PM મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો દિવસ, 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના કુવૈત પ્રવાસ પર છે. કુવૈત પહોંચતા જ પીએમ મોદીનું જોરદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના કુવૈત પ્રવાસ પર છે. કુવૈત પહોંચતા જ પીએમ મોદીનું જોરદાર સ્વાગત થયું હતું. પીએમ મોદીએ અરેબિયન ગલ્ફ કપના ઉદ્દઘાટન સમારંભ દરમિયાન કુવૈતના અમીર શેખ મેશલ-અલ-અહમદ અલ-જબર અલ સબાહ સાથે મુલાકાત કરી હતી.મોદીએ એક પોસ્ટમાં લખ્યુ કે કુવૈતના મહામહિમ અમીર શેખને મળીને મને ખુશી થઇ છે.
PM મોદીને આજે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે
પીએમ મોદી કુવૈતના પ્રવાસના અંતિમ દિવસે વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાનને કુવૈતના બાયન પેલેસમાં ગાર્ડ ઓફ ઓનરથી સમ્માનિત કરાશે.
ભારતીય પ્રવાસીઓને મળ્યા PM મોદી
PM મોદીએ આ પહેલા પ્રવાસી ભારતીયો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન આવતા વર્ષે ભૂવનેશ્વરમાં આયોજિત થનારા 'પ્રવાસી ભારતીય દિવસ'માં સક્રિય ભાગીદારી નીભાવવા પર ભાર મુક્યો હતો.
'Hala Modi' કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું, 'વિકસિત ભારતની યાત્રા ભારતીય પ્રવાસીઓની સક્રિય ભાગીદારી વગર પુરી થઇ શકતી નથી, હું તમને બધાને વિકસિત ભારતની ભાવનામાં સામેલ થવા માટે આમંત્રિત કરૂં છું.'
101 વર્ષીય સેવાનિવૃત IFS હાંડા સાથે પણ કરી મુલાકાત
PM મોદીએ કુવૈતમાં રહેતા 101 વર્ષીય સેવાનિવૃત IFS હાંડા સાથે પણ મુલાકાત કરી હતી.
મોદીએ એક્સ પર લખ્યુ- 'આજે બપોરે કુવૈતમાં હાંડાજીને મળીને ખુશી થઇ. હું ભારત માટે તેમના યોગદાન અને ભારતના વિકાસ પ્રત્યે તેમના જૂનુનની પ્રશંસા કરૂં છું.' હાંડાની પ્રપૌત્રી શ્રેયા જુનેજાએ મોદીને તેમના નાનાજીને મળવાનો અનુરોધ કર્યો હતો.
PM મોદીએ કહ્યું- 'તેમની ઊર્જા, પ્રેમ અને ભારત સાથે અતૂટ જોડાણ વાસ્તવમાં પ્રેરણાદાયક છે, તેમના ઉત્સાહ માટે આભારી છું અને બન્ને દેશો વચ્ચે સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન પર ગર્વ છે.'
આ પણ વાંચો: કુવૈતમાં ભારતીય મજૂરો કેટલી કમાણી કરે છે? આંકડો જાણીને ચોંકી જશો
મહાભારત-રામાયણના અરબી અનુવાદ કરનારાઓને પણ મળ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કુવૈતના તે બે નાગરિકો સાથે પણ મુલાકાત કરી હતી જેમના ભારતના બે મહત્ત્વપૂર્ણ ગ્રંથો મહાભારત અને રામાયણનો અરબીમાં અનુવાદ અને પ્રકાશન કર્યું છે. વડાપ્રધાને બન્ને ગ્રંથોના અરબી સંસ્કરણની કોપી પર હસ્તાક્ષર પણ કર્યા હતા.








