મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

1918માં ડૂબેલા જહાજમાંથી મળી આવી દુર્લભ ભારતીય નોટો, લંડનમાં થશે તેની હરાજી

1918માં મુંબઈથી વાઈન, મુરબ્બો અને દારૂગોળો લઈને લંડન જવા નીકળેલી શિપ ડૂબી ગઈ હતી. આ શિપમાંથી

1918માં ડૂબેલા જહાજમાંથી મળી આવી દુર્લભ ભારતીય નોટો, લંડનમાં થશે તેની હરાજી

1918માં મુંબઈથી વાઈન, મુરબ્બો અને દારૂગોળો લઈને લંડન જવા નીકળેલી શિપ ડૂબી ગઈ હતી. આ શિપમાંથી ફક્ત બે નોટો જ મળી આવી હતી. આ દુર્લભ 10 રૂપિયાની નોટોની જોડીની આગામી બુધવારે લંડનમાં હરાજી થવાની છે. 

એક રિપોર્ટ મુજબ, લંડનમાં નૂનાન્સ મેફેર ઓક્શન હાઉસમાં 25, મે 1918ના રોજ જારી કરવામાં આવેલી બેન્કનોટ્સની હરાજી કરવામાં આવશે. આ નોટ લગભગ રૂપિયા 3 લાખ રૂપિયામાં વેચાઈ શકે છે. એસએસ શિરાલા નામના જહાજમાંથી આ નોટો મળી આવી હતી. 

બેંક ઓફ ઈંગ્લેન્ડે સોશિયલ મીડિયામાં ગત અઠવાડિયે 1918ના જહાજ ભંગાણનો ઉલ્લેખ કર્યો હતો. નોટ્સ પાણીમાં ડૂબી હોવા છતાં તેના સિરિયલ નંબર સ્પષ્ટપણે વાંચી શકાય છે. દસ રૂપિયાની નોટો સિવાય આ હરાજીમાં 100 રૂપિયાની દુર્લભ નોટનો પણ સમાવેશ કરાયો છે.

આ સમાચાર શેર કરો