મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

G7 સમિટ માટે PM મોદી પહોંચ્યા ઇટાલી, કહ્યું- ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો

G-7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીના અપુલિયા ક્ષેત્રમાં વૈભવી બોર્ગો એગ્નાઝિયા રિસોર્ટમાં થઈ રહી છે. પીએમ મોદી ઈટાલીના

G7 સમિટ માટે PM મોદી પહોંચ્યા ઇટાલી, કહ્યું- ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો

G-7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીના અપુલિયા ક્ષેત્રમાં વૈભવી બોર્ગો એગ્નાઝિયા રિસોર્ટમાં થઈ રહી છે. પીએમ મોદી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ ખુશ છે કે સતત ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ રાજકીય મુલાકાત G7 સમિટ માટે ઈટાલીની છે.તેમણે કહ્યું કે તેઓ G7 સમિટના આઉટરીચ સત્રને પણ સંબોધિત કરશે.

ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આમંત્રણ 

G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે (સ્થાનિક સમય) ઈટાલીના અપુલિયા પહોંચ્યા હતા. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદી જેવા જ અપુલિયાના બ્રિન્ડિસી એરપોર્ટ પહોંચ્યા, ત્યાં ઈટાલીના ભારતના રાજદૂત વાણી રાવ અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

G7માં કોનો સમાવેશ


G7માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાન જેવા દેશો સામેલ છે.

ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બની

તેમણે ઇટાલીની તેમની અગાઉની મુલાકાત અને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ભારતની મુલાકાતોને યાદ કરી, જેણે દ્વિપક્ષીય સંબંધોને વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમે ભારત-ઈટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. G7 સમિટમાં ભારતની આ 11મી અને પીએમ મોદીની સતત પાંચમી ભાગીદારી હશે. પીએમ મોદી તેમના ઇટાલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો