Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Paris...We are coming: Pak.air releases advertisement for Paris tour,

Paris...We are coming: પાક.એરલાઈને બહાર પાડી જાહેરાત, લોકોએ કહ્યું- શું ધમકી આપી રહ્યા છે!

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2025
લાઇવ ટીવીGoogle News
Paris...We are coming: પાક.એરલાઈને બહાર પાડી જાહેરાત, લોકોએ કહ્યું-  શું ધમકી આપી રહ્યા છે!

આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાનની દુનિયામાં ફજેતી થતી રહે છે. તાજેતરમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે એક પોસ્ટ શેર કરીને 'પેરિસ હમ આ રહે હૈ' એમ લખ્યું છે. વાત એમ છે કે પાકિસ્તાન દ્વારા ફ્રાંસના ફેશન શહેર પેરિસની આંતરરાષ્ટ્રીય ફલાઇટ ફરી શરુ કરવામાં આવી રહી છે. અઠવાડિયામાં બે દિવસ શુક્રવાર અને રવિવારે ફલાઇટ સેવા આપવામાં આવશે. 

App Store

આ પોસ્ટનો હેતું ઇસ્લામાબાદથી પેરિસની સીધી ફલાઇટ અંગે જાણકારી આપવાનો હતો. પ્રાપ્ત માહિતી મુજબ 4 વર્ષ પહેલા પાકિસ્તાન એરલાયન્સની ફલાઇટ ફ્રાંસે પ્રતિબંધિત કરી દીધી હતી. ફ્રાંસ જ નહી યુરોપના ઘણા દેશોની એરપોર્ટ ઓથોરિટી પાકિસ્તાનની ફલાઇટને ઉતરવાની મંજુરી આપતી ન હતી. પ્રતિબંધનું કારણ પાયલોટના લાયસન્સમાં લોચા અને અનિયમિતા હતી. જો કે 4 વર્ષ પછી ફલાઇટને યુરોપના ફ્રાંસ દેશ દ્વારા ગ્રીન સિગ્નલ મળતા પાકિસ્તાની ઓથોરિટીમાં ઉત્સાહ જોવા મળી રહયો છે.

પાકિસ્તાન એરલાયન્સે પોસ્ટમાં ફ્રાંસના ધ્વજના બેક ગ્રાઉન્ડમાં એફિલ ટાવર તરફ એક વિમાન ઉડાણ ભરી રહયું હોવાનું દર્શાવ્યું છે.'પેરિસ વી આર કમિંગ' સ્લોગનની લોકો મજાક ઉડાવી રહયા છે. પાકિસ્તાનની છાપ આતંકી દેશની હોવાથી 'વી આર કમિંગ...' ને ધમકી સમજીને ઠેકડી ઉડાવી હતી. એક યુઝરે ટ્વીન ટાવરની તસ્વીર શેર કરીને એફિલ ટાવર સાથે ટકરાવાની તૈયારી ગણાવી હતી. કેટલાકે ડિઝાઇનને બકવાસ અને ડરાવનારી ગણાવી હતી. એક યુઝરે એડને કેવી રીતે મંજુરી મળી તેની સામે સવાલ ઉઠાવ્યા હતા. સમગ્ર એડ એક આતંકવાદીની ફેકટરી ગણાતા દેશની ધમકી જેવી લાગી રહી છે.