Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistan news: Drone bombing during prayers at a mosque in Khyber Pakhtunkhwa province in Pakistan

Pakistan news: પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મસ્જિદમાં નમાજ દરમ્યાન ડ્રોનથી બોમ્બમારો

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Pakistan news: પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મસ્જિદમાં નમાજ દરમ્યાન ડ્રોનથી બોમ્બમારો
સોર્સ : GSTV

 Pakistan news: પાકિસ્તાનના ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં નમાઝ સમયે જ એક મસ્જિદ પર ડ્રોન દ્વારા બૉમ્બમારો થતાં બે નાગરિકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ખૈબર પખ્તુનવા પ્રાંતના કૉમેલ-સ્પાર્કા તાલુકાના સ્પાર્કા ગામમાં બપોરની નમાઝ સમયે સેનાએ મસ્જીદ ઉપર ડ્રોન દ્વારા બૉમ્બમારો કર્યો હતો.

App Store

પશ્તુન તરફઝ મુવમેન્ટ (પીટીએમ) હોલેન્ડ, દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ પખ્તુન જૂથે દુનિયાના મહત્ત્વના દેશોમાં પોતાની શાખાઓ ખોલી છે. તેઓ, પાકિસ્તાન સૈન્ય દ્વારા વારંવાર કરાતા હુમલાઓથી આ વિસ્તારમાં લોકો દહેશતમાં આવી ગયા છે. સાથે જન-સામાન્યમાં ભારે નારાજગી પ્રસરી રહી છે.

હૉલેન્ડ સ્થિત આ આંદોલનની શાખાએ ધાર્મિક પવિત્રતા તથા માનવીય સન્માન ઉપરના સીધા પ્રહાર સમાન ગણાવ્યો છે. આ સંગઠને દાયકાઓથી ચાલી રહેલી 'પાકિસ્તાન રાજ્ય' રાજ્યની ત્રાસવાદીની કેટલીયે વિગતો આપવા સાથે કહ્યું છે કે, આવા હુમલાઓ તો વારંવાર થાય છે તમાં ધાર્મિક સ્થળો, સ્કૂલો, ગામ કે કોઈવાર પણ સુરક્ષિત રહ્યા નથી.

આ સંગઠને પૂછ્યું છે કે, રાજ્ય તે સ્પષ્ટ કરે કે, મસ્જિદ ઉપરની બૉમ્બ વર્ષા કયા કાનૂન, ક્યાં યુદ્ધ અને માનવતાના કયા નામ પર કરવામાં આવી છે ? પશ્તૂન ક્ષેત્રને તો વારંવાર 'યુદ્ધ પ્રયોગશાળા' બનાવવામાં આવી રહ્યું છે.