Ahmedabad news: પાટણના વનાસણા ગામના અગ્નિવીર યુવક સાથે અન્યાય થયો: ડૉ.મનીષ દોશી

Ahmedabad news: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના ઠાકોર વધુજીને ટ્રેનિંગ દરમ્યાન થયેલી ઈજાને લીધે તેને અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈ ગુજરાત કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. યુવકને ટ્રેનિંગ દરમિયાન પગ મચકોડાઈ જતા 3 ટકા ડિસેબિલિટી જાહેર કરી અનફિટ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જેથી ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, પાટણ જિલ્લાના આ અગ્નિવીર યુવકને અનફિટ જાહેર કરી દેવામાં આવતા હવે આ યુવકને આર્મીના કોઈપણ વિભાગમાં નોકરી મેળવવાના દરવાજા બંધ થઈ ગયા છે.
સરકારના એક નિર્ણયથી આ 21 વર્ષીય આશાસ્પદ યુવકને નોકરી માટેના તમામ દરવાજા બંધ થાય તે કેટલા અંશે વાજબી છે?. આ અગ્નિવીર યુવક વઘુજી ઠાકોરને સરકારી કે અર્ધસરાકીર નોકરી આપવાની કોંગ્રેસ પક્ષે માંગ ઉઠાવી છે. રઘુજી ઠાકોર નવેમ્બર 2024માં અગ્નિવીર તરીકે જોડાયા હતા અને અગ્નિવીર તરીકેની સઘન ટ્રેનિંગ દરમ્યાન પગમાં ઈજા થઈ હતી. જેથી ટ્રેનિંગ યુનિટના હેડ દ્વારા આ યુવકને અનફિટ જાહેર કરી દીધો હતો. જેથી હવે આ અગ્નિવીર યુવકને ફરીથી આર્મીમાં નોકરી માટે કોઈ શક્યતા ન હોવાથી ગુજરાત કોંગ્રેસ તરફથી નોકરી મળે તેવી માંગની સાથે આ નિર્ણય પર સરકાર ફરીથી વિચારણા કરે તેવી માંગ ઉઠાવી હતી.

