Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistan news: Blast in stadium during cricket match in Pakistan,1 dead, more than 15 injured

Pakistan news: પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ દરમ્યાન સ્ટેડિયમમાં બ્લાસ્ટ,1નું મોત,15થી વધુ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Pakistan news: પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ દરમ્યાન સ્ટેડિયમમાં બ્લાસ્ટ,1નું મોત,15થી વધુ ઈજાગ્રસ્ત
સોર્સ : Gstv

Pakistan news: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શનિવારે ક્રિકેટ મેચ દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક વ્યક્તિનું મોત અને બાળકો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, આ વિસ્ફોટ બાજૌર જિલ્લાના ખાર તાલુકામાં આવેલા કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો છે. 

App Store

વિસ્ફોટ થતા મેદાનમાં અફરાતફરી
પોલીસ અધિકારી વકાસ રફીકે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ આ વિસ્ફોટ IED દ્વારા કરવામાં આવ્યો હતો. નજરે જોનારાઓએ કહ્યું કે, મેચમાં વિસ્ફોટ થતા મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બના ધડાકાથી જમીન હચમચી ગઈ હતી અને લોકો ગભરાઈને મેદાન છોડીને ભાગી ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી. પોલીસનું અનુમાન છે કે, બાજૌર જિલ્લામાં તાજેતરમાં આતંકવાદ વિરોધી અભિયાનો ચાલી રહ્યા છે, જેના જવાબમાં આતંકવાદીઓએ આ વિસ્ફોટ કર્યો હોઈ શકે છે. સુરક્ષા દળોએ તપાસ ચાલુ રાખી છે અને ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.

ત્રણ દિવસ પહેલા ક્વેટામાં વિસ્ફોટમાં 11નાં મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાકિસ્તાનમાં આ પ્રકારની હિંસક ઘટનાઓ વધી રહી છે. 3 સપ્ટેમ્બરે ક્વેટા શહેરમાં એક રેલીના પાર્કિંગ વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયા હતા. પોલીસ આ વિસ્ફોટની પણ તપાસ કરી રહી છે, જે આત્મઘાતી હુમલો હોવાનું જણાય છે. પાકિસ્તાન સરકાર માટે આ ઘટનાઓ સુરક્ષાની દ્રષ્ટિએ મોટો પડકાર બની રહી છે.