Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Fake ghee factory busted in Chandisar near Palanpur, goods worth more than 35 lakhs seized

Banaskantha news : પાલનપુર પાસે આવેલા ચંડીસરમાં નકલી ઘીની ફેકટરી ઝડપાઈ, 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news : પાલનપુર પાસે આવેલા ચંડીસરમાં નકલી ઘીની ફેકટરી ઝડપાઈ, 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : GSTV

Banaskantha news : રાજ્યમાં ખાણીપીણીની વસ્તુમાં ભેળસેળ કરવામાં આવતી હોવાના ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ 10 રોકાણકાર સ્થળોએ રેડ કરી હતી. જ્યાંથી 28 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓમાંથી અંદાજે રૂ.1.8 કરડોની કિંમતનો 46 ટન જેટલો શંકાસ્પદ  ખાદ્યપદાર્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

App Store

રૂ.1.8 કરોડનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા જૂન, 2025 દરમિયાન ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની પેઢી ખાતેથી દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી આશરે 3.5 લાખથી વધુની કિંમતનો 650 કિ.લોથી વધુનો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠાના ચંડીસરમાં ભેળસેળયુક્ત ઘીની ફેક્ટરી પકડાઈ, રાજ્યમાં રૂ.1.8 કરોડનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત 1 - image

સમગ્ર ઘટનાને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય મથક દ્વારા વેપારી પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. જ્યારે ગઈકાલે શુક્રવારે (5 સપ્ટેમ્બર, 2025) ચંડીસર જી.આઇ.ડી.સી એરીયાના પ્લોટ નં.101માં આવેલી ખાનગી જગ્યાના ગોડાઉન પર ફૂડ વિભાગની ટીમ દરોડા પાડ્યા હતા. જ્યાં તંત્રએ સ્થળ પર જવાબદાર ભાવેશ અશોકભાઇ ચોખાવાલાને સંપર્ક કર્યો હતો. જેમાં ગોડાઉન તપાસ કરતાં 15 કિલોગ્રામના 124 ટીન અને લેબલ વગરના ધીના 15 કિલોગ્રામ પેક-ટીનના 232 નંગનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. 

તંત્રની ટીમે શંકાના આધારે શંકાસ્પદ ઘીના 2 નમૂનાઓ ચકાસણી માટે લીધા હતા અને અન્ય આશરે 5.5 ટનનો જથ્થો સીઝ કર્યો હતો. જેની અંદાજીત કિમત રૂ. 35 લાખ કરતાં વધારે થાય છે. ત્યારબાદ ઉત્પાદક પેઢી શ્રી સેલ્સની તપાસ કરતાં ત્યાં ઘી કે અન્ય કોઈ રો-મટીરિયલ્સનો કોઈ જથ્થો જણાયો ન હતો. વધુમાં ઉત્પાદક સ્થળે પામ ઓઈલના ખાલી બોક્સનો જથ્થો હાજર જોવા મળ્યો હતો.