મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Open AIનો 500 બિલિયન ડોલરનો ‘StarGate’ પ્રોજેક્ટ: ઇલોન મસ્કે શું કહ્યું જાણો

Open AIના સેમ અલ્ટમેન દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ‘StarGate’ને

Open AIનો 500 બિલિયન ડોલરનો ‘StarGate’ પ્રોજેક્ટ: ઇલોન મસ્કે શું કહ્યું જાણો

Open AIના સેમ અલ્ટમેન દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ‘StarGate’ને નેકસ્ટ સ્ટેજ પર લઈ જવામાં આવી રહ્યું છે. આ વિશે ઇલોન મસ્કે કહ્યું કે તેમની પાસે આ માટે પૈસા જ નથી. ‘StarGate’ એક $500 બિલ્યન ડોલરનો પ્રોજેક્ટ છે, જેમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. એટલે કે આ એક અલગ જ કંપની બનાવવામાં આવી રહી છે. આ કંપની $500 બિલ્યન ડોલરને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે આગામી ચાર વર્ષ સુધી ઇનવેસ્ટ કરશે.

કોણે-કોણે ઇનવેસ્ટ કર્યા પૈસા?

આ પ્રોજેક્ટમાં સોફ્ટબેન્ક, ઓરેકલ, અને MGX દ્વારા ઈનવેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં હાલમાં 100 બિલ્યન ડોલરના ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. સોફ્ટબેન્ક દ્વારા ઈનવેસ્ટમેન્ટ જોવામાં આવી રહ્યું છે, અને Open AI આ પ્રોજેક્ટનું ઓપરેશન સંભાળશે. ચેરમેન માસાયોશી સોન દ્વારા આ પ્રોજેક્ટનું નિયંત્રણ રાખવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અન્ય મહત્ત્વના પાર્ટનર ARM, માઇક્રોસોફ્ટ, NVIDIA પણ છે.

પ્રોજેક્ટની જાહેરાત

Open AI દ્વારા સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરીને આ વિશે જાહેરાત કરવામાં આવી છે. Open AI દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આપ્રોજેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બહુ જ આગળ નીકળી જશે. એના દ્વારા નવી જોબ ઊભી કરવામાં આવશે, અને ઇકોનોમી માટે પણ ફાયદો થશે અને નેશનલ સિક્યોરિટીને ખૂબ જ સ્ટ્રોંગ બનાવશે.

ઇલોન મસ્કની કમેન્ટ

Open AIની આ પોસ્ટ અને જાહેરાત પર ટેસ્લાના CEO ઇલોન મસ્કે પ્રતિક્રિયા આપી છે. ઇલોન મસ્કે એ પોસ્ટનો જવાબ આપ્યો કે 'તેમની પાસે ખરેખર તો પૈસા જ નથી.' ઇલોન મસ્કનો ઇશારો હતો કે હાલ ઘણાં ઇનવેસ્ટરે તો તૈયાર છે, પણ કોઈ પણ ઇનવેસ્ટર ગમે ત્યારે ખસી શકે છે. આ માટે આ પ્રોજેક્ટનું કોઈ ભવિષ્ય ઇલોન મસ્કને નથી દેખાતું.

Open AI અને માઇક્રોસોફ્ટની પાર્ટનરશિપ ખતરામાં?

Open AI અને માઇક્રોસોફ્ટની પાર્ટનરશિપમાં ખતરો હોય એવું લાગે છે. ઇલોન મસ્કના કહ્યા અનુસાર, તેમની વચ્ચે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા X પર એક યુઝરે પોસ્ટ કર્યું કે 'Open AI અને માઇક્રોસોફ્ટ વચ્ચે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે.' ઇલોન મસ્કે પણ કહ્યું કે 'તેમને પણ લાગે છે કે આવું જ કંઈ છે.'

Open AIએ કામ કર્યું શરૂ

ઇલોન મસ્કે કહ્યું કે તેમની પાસે પૈસા નથી, પરંતુ બીજી તરફ Open AIએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે બાંધકામનું કામ શરૂ થઈ ગયું છે. આ કામ ટેક્સાસમાં ચાલી રહ્યું છે. હવે તેઓ અમેરિકામાં વિવિધ જગ્યાએ આ માટે કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને એ માટેના એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે. Oracle અને NVIDIAએ Open AI સાથે કોમ્પ્યુટિંગ સિસ્ટમ માટે પાર્ટનરશિપ કરી છે. તેઓ આ માટે નવું ઇનવેસ્ટમેન્ટ કરશે.

સત્ય નદેલાની કમેન્ટ

ઇલોન મસ્કની કમેન્ટ વિશે સત્ય નદેલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, "મને ખબર નથી કે તેઓ કયા ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યાં છે, પરંતુ મને ખબર છે કે મારા 80 બિલ્યન એકદમ સલામત છે." આ ઇન્ટરવ્યુ બાદ ઇલોન મસ્કે ફરી એક પોસ્ટ કરી, "હું એટલું જરૂર કહીશ કે સત્ય નદેલા પાસે પૈસા જરૂર છે." ઇલોન મસ્કની કમેન્ટનો જવાબ આપતા, સત્ય નદેલાએ કહ્યું, "આ બધા પૈસા AIને હાઇપ કરવા માટે નથી. આ રિયલ વર્લ્ડ માટે જરૂરીયાતની વસ્તુઓ બનાવવા માટે છે."

આ સમાચાર શેર કરો