પાકિસ્તાનના ગ્વાદર કોસ્ટ ગાર્ડ પર મોટા આતંકી હુમલાના સમાચાર, હેડ ક્વૉર્ટરમાં હથિયારબંધ આતંકી ઘૂસ્યા
પાકિસ્તાન પર એક પછી એક આતંકી હુમલાઓ યથાવત છે. તેવામાં પાકિસ્તાનના ગ્વાદર કોસ્ટ ગાર્ડના હેડ

પાકિસ્તાન પર એક પછી એક આતંકી હુમલાઓ યથાવત છે. તેવામાં પાકિસ્તાનના ગ્વાદર કોસ્ટ ગાર્ડના હેડ ક્વૉર્ટર પર કરવામાં આવ્યો મોટો આતંકી હમલો. હથિયારબંધ આતંકીઓ હેડક્વાર્ટરમાં ઘૂસ્યા. હેડક્વાર્ટરમાંથી સતત ફાયરિંગ થઈ રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
ગ્વાદર પોર્ટમાં ચીન દ્વારા સી ફેઝનું ડેવેલોપમેન્ટનું કામ કરવામાં આવે છે. જેને ચીન દ્વારા કરવામાં આવતી પરિયોજનાનો એક મોટો સી ફેઝનો ભાગ ગણવામાં આવે છે. જે સી ફેઝને ચીન તરફથી વિકસાવવામાં મદદ કરવામાં આવી રહી છે તે તરફ જ BLA ના હુમલા વધતાં જોવા મળી રહ્યા છે.
ક્વેટામાં સૈન્ય કાફલા પર કરાયો હુમલો
પાકિસ્તાનના ક્વેટાથી તાફ્તાન જતા સૈન્યા કાફલા પર આજે મોટો આતંકી હુમલો કરાયો હતો. આ હુમલામાં 7 સૈનિકોના મોત જ્યારે 21 ઘાયલ થયાની માહિતી મળી છે પણ બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા 90 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાનો દાવો કરાયો છે.
બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સૈન્યના કાફલા પર થયેલા આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. હુમલો ક્વેટાથી 150 કિ.મી. દૂર નોશકીમાં થયો હતો. આ હુમલા બાદ સૈન્યએ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોન તહેનાત કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ BLA દ્વારા પાકિસ્તાનની જાફર એક્સપ્રેસને હાઈજેક કરી લીધી હતી અને આ ઘટનામાં અનેક દિવસોના ઘટનાક્રમ બાદ BLA દ્વારા 214 થી વધુ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં.
12 માર્ચે BLA દ્વારા ટ્રેનને બનાવાઈ હતી બંધક
12 માર્ચને બુધવારે બલૂચિસ્તાનમાં બલૂચ લડવૈયાઓએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. જેમાં ટ્રેન પર હુમલો કરી યાત્રીઓને બંધક બનાવવામાં આવ્યાં હતા. આ ઘટનામાં 28 નોન-ડ્યૂટી સૈનિકોની ટ્રેનમાં જ હત્યા કરી દેવાઈ, જ્યારે એક સૈનિક ઓપરેશન દરમિયાન માર્યો ગયો. બીજી તરફ BLA દાવો કરી રહ્યું છે કે, અત્યાર સુધીમાં 100 મુસાફરો માર્યા ગયા છે.








