Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Musk buys Indian-Pakistani company for 60 billion dollar

ભારત અને પાકિસ્તાનના બે યુવાનોએ મળીને બનાવી કંપની, હવે ઈલોન મસ્કે 60 અબજ ડોલરમાં ખરીદી

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ભારત અને પાકિસ્તાનના બે યુવાનોએ મળીને બનાવી કંપની, હવે ઈલોન મસ્કે 60 અબજ ડોલરમાં ખરીદી
સોર્સ : GSTV

વિશ્વના સૌથી ધનવાન ઈલોન મસ્કની કંપની સ્પેસેક્સે AI કોડિંગ પ્લેટફોર્મ કર્સરની પેરેન્ટ કંપની એનીસ્ફીયર 60 અબજ ડોલર (પાંચ લાખ કરોડ) માં ખરીદી છે. આ ડીલની ચર્ચા ખૂબ થઈ રહી છે. તેનું કારણ એ છે કે આ કંપનીને એક ભારતીય અને પાકિસ્તાનીએ ભેગા મળીને સ્થાપી છે. મસ્કે કંપની ખરીદતા બંને રાતોરાત અબજપતિ થઈ ગયા છે. અમેરિકાના સૌથી નાની વયના અબજપતિમાં સ્થાન પામ્યા છે. 

App Store

આ ડીલના લીધે ભારતીય મૂળના 25 વર્ષના અમન સંગર અને પાક.માં કરાચીમાં જન્મેલા 26 વર્ષના સુઆલેહ આલિફ બંનેને 22,500-22,500 કરોડ રૂપિયા મળવાના છે. અમન સંગર અને સુઆલેહ આલિફ બંનેની હિસ્સેદારી 4.5 અને 4.5 ટકા છે. બંનેના હિસ્સાનું મૂલ્ય 2.7 અબજ ડોલર આંકવામાં આવ્યું છે. જો કે આ ડીલ ઓલ સ્ટોક ડીલ છે. એટલે કે તેમને રોકડા રૂપિયા નહી મળે, પરંતુ સ્પેસેક્સના શેર મળશે. આના પગલે તે સીધા ઈલોન મસ્કની કંપનીના અગ્રણી શેરધારકોમાં સામેલ થઈ જશે.

કર્સર એક હાઈટેક AI સંચાલિત કોડિંગ પ્લેટફોર્મ હૈસ જો સોફ્ટવેર ડેવલપર્સને વાઇબ કોડિંગ સગવડ પૂરી પાડે છે. તેના દ્વારા ડેવલપરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી અત્યંત સરળતાથી અને ઝડપથી કોડ લખી શકે છે. આજે વિશ્વના લાખો ડેવલપરોની સાથે-સાથે એનવિડીયા, એડોબ, ઉબર, શોપિફાઈ અને પેપાલ જેવી ટોચની કંપનીઓ કર્સરનો ઉપયોગ કરી રહી છે.

કંપનીનો પ્રારંભ 2022માં ચાર મિત્ર અમન સંગર, સુઆલેહ આલિફ, માઇકલ ટ્રુએલ અને અરવિંદ લુનેમાર્કે કર્યો હતો. આ ચારેય મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (MIT) માં ભણવા દરમિયાન મળ્યા હતા. મસ્ક સાથે ડીલના પગલે બે અન્ય સહસ્થાપકો માઇકલ અને અરવિંદને પણ 2.7-2.7 અબજ ડોલર મળશે. નવેમ્બર 2025માં 2.3 અબજ ડોલરનું ફંડિંગ મેળવ્યા પછી કર્સરનું મૂલ્ય 29.5 અબજ ડોલર હતું, જે અધિગ્રહણ પછી બમણું થઈ ગયું હતું.

સ્પેસએક્સે એપ્રિલ 2026માં કંપની સાથે ભાગીદારી કરી હતી. તે સમયે જ તેને 60 અબજ ડોલરમાં ખરીદવાનો વિકલ્પ સુરક્ષિત કરી લીધો હતો.હવે મસ્ક તેનો ઉપયોગ કરી રહ્યા છે. એનીસ્ફીયરના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) અમન સંગરનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો, તેના પિતા અરવિંદ સંગર IIT મુંબઈના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જ્યારે માતા શિલ્પા સાગર ઓર્થોડેન્ટિસ્ટ છે. અમને ફક્ત 14 વર્ષના વયે કોડિંગ શરૂ કર્યુ હતુ. તેના પછી તેમણે MITમાં તાલીમ લીધી હતી. 

કર્સર શરૂ થઈ તે પહેલા તેમણે ગૂગલ, બ્રિજવોટર એસોસિયેટ્સ અને યુ.કોમ જેવી કંપનીઓમાં ઇન્ટર્નશિપ પણ કરી હતી. કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર (CPO) સુઆલેહ આસિફ મૂળ કરાચીના રહેવાસી છે. તેઓ નાનપણથી જ ગણિતમાં વિલક્ષણ પ્રતિભાવાળા રહ્યા છે. મસ્ક અને સ્પેસએક્સનું આ પગલું AI કોડિંગના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિનો પ્રારંભ માનવામાં આવી રહ્યું છે.