Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : mojtaba khamenei unconscious qom hospital report

Iran America War / સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન, નિર્ણય લેવા સક્ષમ નથી: રિપોર્ટમાં દાવો

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Iran America War / સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન, નિર્ણય લેવા સક્ષમ નથી: રિપોર્ટમાં દાવો
સોર્સ : gstv

Iran America War: ઈરાનના રાજકારણ અને મધ્ય પૂર્વના યુદ્ધમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો છે. ધ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, ઈરાનના નવા નિમણૂક પામેલા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ હાલ બેભાન અવસ્થામાં છે અને તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ જે હુમલામાં તેમના પિતા આયાતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું, તે જ હુમલામાં મોજતબા પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

App Store

મોજતબા ખામેનેઈની હાલત નાજુક

યુએસ-ઇઝરાયેલ ઇન્ટેલિજન્સ દ્વારા ખાડી દેશો સાથે શેર કરવામાં આવેલી ડિપ્લોમેટિક મેમો અનુસાર, 56 વર્ષીય શિયા મૌલવી મોજતબા ખામેનેઈ હાલમાં તેહરાનથી 87 માઈલ દૂર આવેલા પવિત્ર શહેર કુમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મેમોમાં જણાવ્યા મુજબ મોજતબા ખામેનેઈ કુમમાં ગંભીર હાલતમાં છે અને તેઓ શાસન દ્વારા લેવામાં આવતા કોઈપણ નિર્ણયમાં સામેલ થઈ શકે તેવી સ્થિતિમાં નથી. આ પ્રથમ વખત છે જ્યારે સુપ્રીમ લીડરનું ચોક્કસ લોકેશન જાહેર થયું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસે આ માહિતી પહેલાથી જ હતી, પરંતુ તે અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવી હતી.

શું સુપ્રીમ લીડર ખરેખર જીવિત છે? ઉઠ્યા સવાલો

સત્તા સંભાળ્યા પછી મોજતબા ખામેનેઈ અત્યાર સુધી એક પણ વાર જાહેરમાં દેખાયા નથી. જેના કારણે તેમના જીવિત હોવા અંગે અનેક અટકળો વહેતી થઈ હતી. એવી પણ અફવા હતી કે, તે જ હુમલામાં તેમનું પણ મૃત્યુ થયું છે. જોકે, ઈરાની અધિકારીઓએ વારંવાર દાવો કર્યો છે કે, મોજતબા ઈરાનનું સુકાન સંભાળી રહ્યા છે અને પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે.

ઈરાન તરફથી ઓલ ઈઝ વેલ બતાવવાનો પ્રયાસ

ભલે મોજતબા ઈજાગ્રસ્ત હોવાના સમાચારની પુષ્ટિ થઈ છે, પરંતુ ઈરાની સ્ટેટ ટેલિવિઝન પર તેમના નામે સતત નિવેદનો જારી કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ વોર રૂમમાં બેસીને ઇઝરાયેલના ડિમોના ન્યુક્લિયર પ્લાન્ટના નકશાનું વિશ્લેષણ કરતા જોવા મળ્યા હતા. ગઈકાલે જ તેમના નામે IRGC ઇન્ટેલિજન્સ ચીફ મજીદ ખામેનેઈના મૃત્યુ પર શોક વ્યક્ત કરતું નિવેદન પણ આવ્યું હતું. તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાષાણ યુગવાળી ટિપ્પણીની પણ સખત નિંદા કરી હતી.

સત્તાના કેન્દ્રમાં શૂન્યાવકાશની સ્થિતિ

જો મોજતબા ખામેનેઈ ખરેખર બેભાન હોય, તો ઈરાનમાં સત્તાનો દોર કોના હાથમાં છે તે એક મોટો પ્રશ્ન છે. યુદ્ધની આ ગંભીર સ્થિતિમાં સુપ્રીમ લીડરની ગેરહાજરી ઈરાનને ભારે પડી શકે છે. ઇઝરાયલ અને અમેરિકાની નજર અત્યારે કુમ શહેર પર છે, જ્યાં ઈરાનના ભાવિ સુપ્રીમ લીડર હોસ્પિટલના બેડ પર સારવાર લઈ રહ્યા છે.

અનેક વણઉકલ્યા સવાલો

પ્રથમ વખત મોજતબા ખામેનેઈનું લોકેશન (કુમ શહેર) બહાર આવ્યું છે. 28 ફેબ્રુઆરીના હવાઈ હુમલામાં પિતા સાથે પુત્ર પણ ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો સાચો ઠર્યો છે. સત્તા સંભાળ્યા પછી હજુ સુધી જનતા સામે આવ્યા નથી. અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે તેઓ સુરક્ષિત છે અને કામ કરી રહ્યા છે. આ અહેવાલો બાદ મધ્ય પૂર્વમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. શું ઈરાન નવો લીડર શોધશે કે પછી મોજતબા સાજા થઈને ફરી બહાર આવશે? તે સમય જ કહેશે.