મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકા/ કોલંબિયામાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા તમામ 9 સૈનિકોના મોત

સૈનિકો માટે સામાન લઇને જતું સેનાનું એક હેલિકોપ્ટર ઉત્તર કોલંબિયાના એક ગ્રામીણ વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ

અમેરિકા/ કોલંબિયામાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા તમામ 9 સૈનિકોના મોત

સૈનિકો માટે સામાન લઇને જતું સેનાનું એક હેલિકોપ્ટર ઉત્તર કોલંબિયાના એક ગ્રામીણ વિસ્તારમાં દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ દૂર્ઘટનામાં સેનાના 9 જવાનોના મોત થયા હતા.

કોલંબિયા સેનાએ એક નિવેદનમાં કહ્યું કે,આ હેલિકોપ્ટર સાંતા રોસા ડેલ સુરની નગરપાલિકામાં સૈનિકો માટે સામાન લઇને જઇ રહ્યું હતું. આ વિસ્તારમાં તાજેતરમાં નેશનલ લિબરેશન આર્મી ગુરિલ્લા ગ્રુપ અને ગલ્ફ ક્લેનના નામથી જાણીતા માદક પદાર્થ તસ્કરી ગ્રુપ વચ્ચે અથડામણ થઇ હતી.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું, 'મને સેનાના હેલિકોપ્ટરમાં સવાલ નવ લોકોના મોત પર દુ:ખ છે. આ સૈનિકોને સામાન પુરો પાડવા માટે જતા હતા જે ગલ્ફ ક્લેન વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે. '

તપાસના આદેશ આપવામાં આવ્યા

સેના અનુસાર, આ એક એમઆઇ-17 રશિયન બનાવટનું હેલિકોપ્ટર હતું. જેનો ઉપયોગ અવાર નવાર સૈનિકોને લાવવા અને લઇ જવાની સાથે સામાન પૂરો પાડવા માટે કરવામાં આવતો હતો.

આ સમાચાર શેર કરો