Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Mexico Earthquake: Massive 6.5 magnitude earthquake hits Mexico: President flees live press conference, causes massive destruction

Mexico Earthquake: મેક્સિકોમાં 6.5ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપ: લાઈવ પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગ્યા રાષ્ટ્રપ્રમુખ, સર્જાયો ભારે વિનાશ

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Mexico Earthquake: મેક્સિકોમાં 6.5ની તીવ્રતાનો પ્રચંડ ધરતીકંપ: લાઈવ પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગ્યા રાષ્ટ્રપ્રમુખ, સર્જાયો ભારે વિનાશ
સોર્સ : GSTV

Mexico Earthquake: વર્ષ 2026ની શરૂઆતમાં જ મેક્સિકો કુદરતી હોનારતનો ભોગ બન્યું છે. શુક્રવારે (2 જાન્યુઆરી) મેક્સિકો સિટી સહિત દેશના અનેક ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.5 નોંધાઈ છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

App Store

લાઈવ કોન્ફરન્સમાં જમીન ધ્રૂજી
આ ભૂકંપની સૌથી ચોંકાવનારી ઘટના મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ ભવનમાં બની હતી. જે સમયે ભૂકંપ આવ્યો, ત્યારે રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શીનબામ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. અચાનક ધરતી ધ્રૂજવા લાગતા અને ઈમારત ધૂજવા લાગતા સુરક્ષાકર્મીઓ તુરંત હરકતમાં આવ્યા હતા. રાષ્ટ્રપ્રમુખે પોતાની વાત અધવચ્ચે જ અટકાવીને સલામત સ્થળે ખસી જવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ભારે નુકસાનની ભીતિ
નેશનલ સિસ્મોલોજીકલ સર્વિસના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ઊંડે હોવા છતાં તેની તીવ્રતા એટલી વધારે હતી કે બહુમાળી ઈમારતો લાંબા સમય સુધી હલતી રહી હતી. લોકો ગભરાઈને ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા. પ્રારંભિક અહેવાલો મુજબ, અનેક ઈમારતોમાં તિરાડો પડી છે અને પાયાની સુવિધાઓ જેવી કે વીજળી અને ટેલિફોન લાઈનો ખોરવાઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો હાલ નુકસાનનું આકલન કરી રહી છે.