મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

વિમાન ક્રેશમાં માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 9ના મોત, પ્લેન થયું હતું ગાયબ

માલાવીના ઉપરાષ્ટ્રપતિ અને અન્ય નવ લોકોને લઈ જતું સૈન્ય વિમાન સોમવારે અચાનક ગાયબ થઈ ગયું હતું. બાદમા

વિમાન ક્રેશમાં માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 9ના મોત, પ્લેન થયું હતું ગાયબ

માલાવીના ઉપરાષ્ટ્રપતિ અને અન્ય નવ લોકોને લઈ જતું સૈન્ય વિમાન સોમવારે અચાનક ગાયબ થઈ ગયું હતું. બાદમાં જાણવા મળ્યું કે પ્લેન ચિકાંગાવાની પહાડીઓમાં ક્રેશ થયું હતું.  ઘણા કલાકોના સર્ચ ઓપરેશન બાદ પ્લેનનો કાટમાળ મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમા સહિત 9 લોકોના મોત નિપજ્યા છે. તેમ માલાવીના પ્રમુખ લાઝારસ ચકવેરાએ જણાવ્યું છે. 

આ વિમાને સોમવારે સવારે માલાવીની રાજધાની લિલોગવેથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં ઉપરાષ્ટ્રપતિ સિવાય અન્ય 9 લોકો સવાર હતા. પ્લેન સવારે મઝુઝુમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે પહેલા જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

પ્લેન રડાર પર દેખાતું બંધ થઈ ગયું હતું

ટ્રાફિક કંટ્રોલનું કહેવું છે કે તેણે પાયલટને ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે લેન્ડિંગ ન કરવા જણાવ્યું હતું. થોડી વાર પછી પ્લેન રડાર પર દેખાતું બંધ થઈ ગયું હતું. માલાવીના રાષ્ટ્રપતિએ કહ્યું, આ ખૂબ જ દુઃખદ છે. 

તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું હતું

તમને જણાવી દઈએ કે મે મહિનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું પણ હેલિકોપ્ટર ક્રેશ થતા મોત થયું હતું.  આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ રઈસી ઉપરાંત વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી અલે-હાશેમનું પણ મૃત્યુ થયું હતું. 

આ સમાચાર શેર કરો