મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: માદુરોને સુનાવણી માટે કેદીના કપડામાં કોર્ટ લઈ જવાયા, હેલિકોપ્ટરથી ઉતરતી વખતે લંગડાતા જોવા મળ્યા

વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને સોમવારે મેનહટનની કોર્ટમાં રજૂ કરાયા હતા. જેનો એક વીડિયો પણ સ

Video: માદુરોને સુનાવણી માટે કેદીના કપડામાં કોર્ટ લઈ જવાયા, હેલિકોપ્ટરથી ઉતરતી વખતે લંગડાતા જોવા મળ્યા

વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને સોમવારે મેનહટનની કોર્ટમાં રજૂ કરાયા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ ભૂરા રંગના કેદીના કપડા અને જૂતામાં નજરે પડ્યા. તેઓ લંગડાતા નજરે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની પણ ચાલતા જોવા મળ્યા. તેમને પણ કસ્ટડીમાં રખાયા છે. માદુરોને હેલિકોપ્ટરથી મેનહટનની કોર્ટ નજીક લવાયા અને ત્યાંથી બખ્તરબંધ વાહનમાં સ્થાનાંતરિત કરાયા હતા. 

માદુરોની સુનાવણી દરમિયાન મેનહટન કોર્ટની આસપાસ સુરક્ષા વધારી દેવાઈ છે. આસપાસના વિસ્તારોમાં બેરિકેડિંગ કરાયું છે. મુખ્ય પ્રવેશદ્વાર પર જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આ સિવાય પેટ્રોલિંગ વાળા વિસ્તારોમાં પોલીસ અધિકારીઓની તૈનાતી કરાઈ છે. માદુરોને ન્યૂયોર્કના બ્રુકલિનની જેલમાં રખાયા છે. 

આ સમાચાર શેર કરો