રાજકુમારીને છોડી સામાન્ય વેપારીની પુત્રી સાથે કર્યા હતા લગ્ન! નોર્વેના લોકપ્રિય કિંગ હેરાલ્ડનું 89 વર્ષે નિધન

નોર્વેના કીંગ હેરાલ્ડ પાંચમાનું 89 વર્ષે નિધન થયું. શુક્રવારે નોર્વેના રોયલ પેલેસે આ જાહેરાત કરી હતી. 1991માં તેઓના પિતા કિંગ ઓલેવ પાંચમાના નિધન પછી તેઓ ગાદીપતિ થયા.
ઓસ્લો નજીક એસ્કરમાં 1937માં તેઓનો જન્મ થયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેઓ માત્ર ૩ વર્ષના જ હતા. 1940માં નાઝી જર્મનીએ નોર્વે ઉપર કબ્જો જમાવ્યો તે પૂર્વે તેઓનાં માતૃશ્રીએ તેઓને તથા તેમનાં બંને બહેનો રેંગ્લીડ અને એસ્ટ્રીકને લઈ યુ.એસ. ચાલ્યાં ગયા હતા. 1945માં હીટલરના પતન પછી તેઓ નોર્વે પાછાં ફર્યાં હતાં. તેઓના દાદા અને પિતા શ્રી જેવો યુદ્ધ દરમિયાન બ્રિટન પહોંચી ગયા હતા. તેઓ પણ નોર્વે પાછા ફર્યા હતા.
1945માં તેઓ નોર્વેની પબ્લિક સ્કૂલમાં ભણ્યા પછી મીલીટરી કોલેજમાં ભણ્યા અને પછી ઓક્સફર્ડમાંથી માસ્ટર્સની ડીગ્રી મેળવી. તેઓ યુરોપની કોઈ રાજકુમારીને બદલે સ્કૂલ-ડેઝનાં સ્વીટ-હાર્ટ એક વ્યાપારીનાં પુત્રી સોન્જા હેરાલ્ડ સેન સાથે પરણ્યા. (ઓગસ્ટ 29, 1968) તેઓને બે સંતાનો છે. ક્રાઉન પ્રિન્સ હાકોન અને પ્રિન્સેસ માર્યા લૂઈઝે. તેઓ વાસ્તવમાં ઈંગ્લેન્ડના રાજવીની જેમ કોન્સ્ટીટયુશનલ-મોનાર્ક હતા. તેઓ ખૂબ સારા રમતવીર પણ હતા. 'ઓલ-ફોર-નોર્વે' તે રાજ કુટુમ્બનો મોટો બની રહ્યો છે.
નોર્વેને સમૃદ્ધ કરવામાં તેઓનું માર્ગદર્શન મહત્વનું બની રહ્યું હતું. ઓઈલ અને ગેસ દ્વારા તથા શિપ બિલ્ડીંગ દ્વારા નોર્વેનું અર્થતંત્ર તરતું રહ્યું છે. તેઓ હોડી સ્પર્ધામાં ઘણો રસ લેતા હતા. સને 1987માં યોજાયેલી ઓલિમ્પિક્સમાં તેઓ જોઓટ (હોડી)ના કેપ્ટન હતા. તે હોડી પહેલી આવતાં ગોલ્ડ-મેડલ મળ્યો હતો. તેઓ અને તેમના પિતાશ્રી સંશોધનોને સતત પ્રોત્સાહન આપતા હતા. નોર્વેજિયન ઈતિહાસકાર અને સંશોધક થોર-હાયરડાવીના 'કોન-ટીકી' એક્સપીડીશનને તેઓના પિતાશ્રીએ જ સંપૂર્ણ આર્થિક સહાય કરી હતી. થોર હાયડાલે 'કોન-ટીકી' (અગ્નિ-દેવ) નામક તરાપા પર પેરૂથી પ્રશાંતમાં ઝંપલાવી સિદ્ધ કરી આપ્યું કે પેસિફિકમાં આવેલા ટાપુઓમાં પેરૂની મય પ્રજા જ વસી છે.

