Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Late night bombings in Kabul, Afghanistan: Was this airstrike carried out by Pakistan?

અફઘાનિસ્તાનના કાબુલમાં મોડી રાત્રે બોમ્બમારો: શું આ એરસ્ટ્રાઈક પાકિસ્તાને કરી?

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
અફઘાનિસ્તાનના કાબુલમાં મોડી રાત્રે બોમ્બમારો: શું આ એરસ્ટ્રાઈક પાકિસ્તાને કરી?
સોર્સ : GSTV

 

App Store

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે રાત્રે એક પછી એક થયેલા જોરદાર વિસ્ફોટોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ધમાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ 8 અને અબ્દુલહક ચોક પાસે સંભળાયા હતા, જ્યાં સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે. પ્રાથમિક અહેવાલોમાં આ  વિસ્ફોટને લઈને એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે બની શકે કે પાકિસ્તાન દ્વારા આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

અફઘાનના મંત્રી ભારતની મુલાકાતે આવ્યા ત્યારે બની ઘટના 

આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતના ઐતિહાસિક પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. 2021માં તાલિબાન શાસને સત્તા સંભાળ્યા બાદ આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય મુલાકાત છે, જે બંને દેશો વચ્ચે આર્થિક અને કૂટનીતિક સંબંધોને મજબૂત કરવાનો સંકેત આપી રહી છે. કાબુલમાં થયેલા આ તાજેતરના વિસ્ફોટોને કારણે ક્ષેત્રીય તણાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.