USમાં બે ભારતીયના હત્યારાને અપાયું જીવલેણ ઈંજેક્શન, 22 વર્ષે મળી મૃત્યુદંડની સજા
અમેરિકાના ઓક્લાહોમા પ્રાંતમાં બે લોકોની હત્યાના દોષીને ગુરુવારે મોતની સજા આપવામાં આવી. હત્યારાએ 2002માં એ

અમેરિકાના ઓક્લાહોમા પ્રાંતમાં બે લોકોની હત્યાના દોષીને ગુરુવારે મોતની સજા આપવામાં આવી. હત્યારાએ 2002માં એક ભારતીય સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રિપોર્ટ અનુસાર માઈકલ ડ્વેન સ્મિથને મેકલેસ્ટર શહેરમાં ઓક્લાહોમા સ્ટેટ પેનિટેન્ટરીમાં જીવલેણ ઈન્જેક્શન આપીને મોતની સજા આપવામાં આવી. 41 વર્ષીય ગુનેગાર માઈકલ ડ્વેન સ્મિથે 2002માં 24 વર્ષીય શરથ પુલ્લુરુની ગોળી મારીને હત્યા કરી હતી. તેને 22 વર્ષ બાદ 4 એપ્રિલ 2024ના રોજ સજા સંભળાવવામાં આવી હતી.
સ્મિથે બે ભારતીયની હત્યા કરી હતી
સ્મિથે 22 ફેબ્રુઆરી 2002એ અલગ-અલગ ઘટનાઓમાં ભારતીય સ્ટોર ક્લાર્ક શરથ પુલ્લુરુ અને એક અન્ય વ્યક્તિ જેનેટ મૂરની હત્યા કરી દીધી હતી. એક અહેવાલ મુજબ માઈકલ ડ્રગ ગેંગ ચલાવતો હતો. તેણે ભુલથી ભારતીય યુવક શરથ પુલ્લુરુની હત્યા કરી હતી. શરથ જે સ્ટોરમાં ક્લાર્ક હતો ત્યાં અન્ય એક ક્લાર્કે સ્થાનિક મીડિયાને માઈકલની ગુનાહિત ગેંગ વિરુદ્ધ માહિતી આપી હતી. માઈકલ આ ક્લાર્કને મારવા માટે સ્ટોરમાં ઘુસ્યો હતો, પરંતુ તે ક્લાર્કને ઓળખી ન શક્યો અને તેણે શરથને ગોળી મારી દીધી હતી.
માઈકલે ફેબ્રુઆરી 2002માં અન્ય એક અમેરિકન મહિલા જેનેટ મૂરની પણ હત્યા કરી હતી. તે સમયે માઈકલ 19 વર્ષનો હતો. માઈકલને શંકા હતી કે જેનેટનો દીકરો પોલીસનો બાતમીદાર છે અને તેની ગેંગ વિશે પોલીસને માહિતી આપતો હતો. એટલે જેનેટના દીકરાની હત્યા કરવા માઈકલ ઘરે આવ્યો. પરંતુ એ સમયે પુત્રના બદલે ઘરે હાજર માતા જેનેટની હત્યા કરી દીધી.
હું આભારી છું કે ન્યાય મળ્યો
ઓક્લાહોમાના એટર્ની જનરલ જેન્ટનર ડ્રમંડે સ્મિથની ફાંસી પર નિવેદન જારી કરતા કહ્યુ, જેનેટ મૂર અને શરત પુલ્લુરુના પરિવારો માટે 22 વર્ષ અઘરાં રહ્યાં છે. તેમણે દુ:ખ સહન કર્યું છે. બંનેની હત્યા એટલા માટે કરવામાં આવી કેમ કે તે ખોટા સમયે ખોટા સ્થળે હતા. હું આભારી છું કે ન્યાય મળ્યો. ગયા મહિને શરતના ભાઈ, હરીશ પુલ્લુરુએ નિવેદન જારી કરીને સ્મિથને માફી ન આપવાની માગ કરી હતી.






