Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Khamenei's most secure underground bunker destroyed in seconds, Israel releases VIDEO

 VIDEO : ખામેનેઈના સિક્રેટ બંકરનો વીડિયો કર્યો જાહેર, કેવી રીતે ઈઝરાયલે કર્યો હતો હુમલો 

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા-ઈઝરાયેલનું ઈરાન સાથેનું યુદ્ધ ભયંકર તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક અધિકારી અને નેતાઓના મોત થયા બાદ ઈરાન આક્રમક બની ગયું છે. યુદ્ધના આજે સાતમાં દિવસે પણ બંને તરફથી એકબીજા પર ડ્રોન અને મિસાઈલોથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેમાં સૌથી વધુ ઈરાનની હાલત બદતર થઈ ગઈ છે. આ સાથે ઈરાન મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકન સૈન્ય બેઝને પણ નિશાન બનાવી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈઝરાયલે ચોંકાવનારો દાવો કરીને એક વીડિયો જાહેર કર્યો છે.

App Store

ઈઝાયલે ખામેનેઈનું અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ બંકર તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો

ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ માટે તેહરાનના રસ્તાઓ નીચે સૌથી સુરક્ષિત અંડરગ્રાઉન્ડ બંકર બનાવાયું હતું, જે IDFએ સેકન્ડોમાં હુમલો કરી તોડી પાડ્યો છે. ઈઝરાયલે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘ઈરાન સરકારે સુપ્રીમ લીડરની સુરક્ષા કરવા માટે તેહરાનના રસ્તાઓ નીચે મોટાપાયે અંડરગ્રાઉન્ડ બનાવેલું હતું અને ત્યાં તમામ અધ્યાધુનિક સુવિધા અને બેઠક રૂમો હતી.’ તેણે એવો પણ દાવો કર્યો છે કે, ખામેનેઈના મોત બાદ પણ તે અંડરગ્રાઉન્ટનો વરિષ્ઠ અધિકારીઓ ઉપયોગ કરી રહ્યા છે.’

ઈરાનમાં ઔદ્યોગિક વિસ્તારો ખાલી કરવા ચેતવણી

બીજીતરફ ઈઝરાયલી સેનાએ ઈરાનના કોમ શહેરમાં એક ઔદ્યોગિક વિસ્તારને તાત્કાલીક ખાલી કરવાનો અને લોકોને ત્યાંથી બહાર જતા રહેવાની ચેતવણી આપી છે. આઈડીએફએ ફારસી ભાષા એક્સ પર એક પોસ્ટમાં કોમ શોકોહિયેહ ઔદ્યોગિક વિસ્તારનો નક્શો શેર કર્યો છે. નક્શામાં એક વિસ્તાર પર લાલ રેખા દોરવામાં આવી છે. સેનાએ કહ્યું કે, થોડા કલાકોમાં આ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરશે. સેનાએ લોકોને કહ્યું છે કે, નક્શામાં દેખાતા વિસ્તારને તુરંત ખાલી કરવામાં આવે. ચેતવણી છતાં આ વિસ્તારમાં લોકો હશે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

ટોપિક્સ:israeliran israel wargstv news