Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Jeffrey Epstein was working for Israel, Netanyahu denies all allegations

ઈઝરાયલ માટે કામ કરતો હતો જેફરી એપસ્ટિન, નેતન્યાહુએ ફગાવ્યા તમામ આરોપો

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ઈઝરાયલ માટે કામ કરતો હતો જેફરી એપસ્ટિન, નેતન્યાહુએ ફગાવ્યા તમામ આરોપો
સોર્સ : gstv

અમેરિકાનો કુખ્યાત યૌન ગુનેગાર અરબપતિ જેફરી એપસ્ટિનને લઈને ફરી વિવાદ ચગ્યો છે. હાલમાં સામે આવેલા એક FBIના દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપસ્ટિનને કથિત રીતે પૂર્વ ઈઝરાયલી વડાપ્રધાન અહૂદ બરાકના શાસનકાળમાં જાસૂસ તરીકે ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તમામ આરોપોને ફગાવી કહ્યું હતું કે એપસ્ટિન ઈઝરાયલ માટે કામ કરતો હતો તેનો કોઈ પુરાવો નથી. 

App Store

એપસ્ટિનની ફોન કોલ્સની વાતો નોટ કરવામાં આવી

આ દસ્તાવેજ FBIના એક ગુપ્ત સૂત્ર (Confidential Human Source) રિપોર્ટનો એક હિસ્સો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં વિદેશી પ્રભાવ સાથે જોડાયેલી જાણકારી છાપવામાં આવી છે. પરંતુ સૂત્રએ એપસ્ટિન સાથે જોડાયેલા ઘણા દાવા પણ તેમાં રજૂ કર્યા છે. રિપોર્ટ મુજબ, સૂત્ર દ્વારા હાર્વર્ડ લો પ્રોફેસર એલન ડેરશોવિટ્ઝ અને એપસ્ટિન વચ્ચેના ફોન કોલ્સની વાતો નોટ કરવામાં આવી હતી. જે વાતો ઈઝરાયલની ગુપ્ત એજન્સી મોસાદ સુધી પહોંચાડવામાં આવતી હતી. 

એપસ્ટિન મોસાદનો સહયોગી એજન્ટ

રિપોર્ટમાં એ પણ દાવો છે કે, સૂત્ર સાથે થયેલી વાતચીતથી એ બંધારો બાંધવામાં આવ્યો કે એપસ્ટિન મોસાદનો સહયોગી એજન્ટ હોઈ શકે છે. તે દરમિયાન કથિત રીતે એ પણ કહેવામાં આવ્યું કે એપસ્ટિન અમેરિકા અને સહયોગી દેશોની ગુપ્ત એજન્સીઓ સાથે જોડાયેલો હતો. જો કે તમામ દાવા એક સૂત્ર પર આધારીત છે તેની કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી. 

અન્ય આરોપો

દસ્તાવેજમાં અન્ય વિવાદિત આરોપ પણ મૂકવામાં આવ્યા છે. હાર્વર્ડ લો પ્રોફેસર એલન ડેરશોવિટ્ઝને મોસાદ સાથે સંબંધ હોવાનો દાવો, સિલિકોન વેલીની એક વેન્ચર ફર્મ પર ટેકનોલોજી ચોરીનો આરોપ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરના પરિવારના ઈઝરાયલ સાથે ગાઢ સંબંધોનો ઉલ્લેખ, આ માત્ર આરોપો છે તેના કોઈ ઠોસ પુરાવા સાર્વજનિક રૂપે સામે આવ્યા નથી.

અહૂદ બરાક વચ્ચે ગાઢ સંબંધ

બીજી તરફ એપસ્ટિન અને પૂર્વ ઈઝરાયલી વડાપ્રધાન અહૂદ બરાક વચ્ચે સંબંધોની પહેલા પણ ચર્ચા થતી આવી છે. બંને વચ્ચે ખૂબ જ લાંબા સમય સુધી સંપર્ક રહ્યો બરાકે સ્વીકાર પણ કર્યો હતો કે ઘણીવાર એપસ્ટિનને મળ્યા હતા. જો કે તેમણે ખોટા કામ કર્યા હોવાનો ઈનકાર કર્યો હતો. 

ઈઝરાયલે આરોપોને નકાર્યા

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, 'એપસ્ટિન અને બરાક વચ્ચે ગાઢ સંબંધો હતા તેનો મતલબ એ નથી કે એપસ્ટિન ઈઝરાયલ માટે કામ કરતો હતો'. તેમણે બરાક પર રાજનૈતિક હુમલો કરતાં કહ્યું કે, 'લાંબા સમયથી તેમની સરકારને નબળી પાડવાની કોશિશ થઈ રહી છે.'

કુલ મળીને એપસ્ટિનને મોસાદનો જાસૂસ બતાવનારા માત્ર દાવા છે ગુપ્ત સૂત્ર અને રિપોર્ટ સુધી જાણકારી મર્યાદિત છે. તેની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી, જ્યારે ઈઝરાયલી સરકારે તેને ફગાવી દીધા છે. એવામાં આ મામલો હાલ આરોપ પ્રત્યારોપ વચ્ચે ફસાયેલો છે. ન તો ગુપ્ત માહિતી સત્તાવાર થશે ન એપસ્ટિન મોસાદનો એજન્ટ હતો તેવું ભવિષ્યમાં પુરવાર થશે.