મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઇઝરાયેલની એરસ્ટ્રાઇકમાં લેબનોનમાં 50 બાળક સહિત 550થી વધુ લોકોના મોત, 1800થી વધુ ઘાયલ

ઇઝરાયેલે લેબનોનમાં હિજબુલ્લાહના 1600 ટાર્ગેટને નિશાન બનાવ્યા છે. આ ઘટનામાં 558 લોકોના મોત થયા છે જ્યારે 1800થી વધુ લોકો ઘાયલ થ

ઇઝરાયેલની એરસ્ટ્રાઇકમાં લેબનોનમાં 50 બાળક સહિત 550થી વધુ લોકોના મોત, 1800થી વધુ ઘાયલ

ઇઝરાયેલે લેબનોનમાં હિજબુલ્લાહના 1600 ટાર્ગેટને નિશાન બનાવ્યા છે. આ ઘટનામાં 558 લોકોના મોત થયા છે જ્યારે 1800થી વધુ લોકો ઘાયલ થયા છે. IDFનો દાવો છે કે લેબનોનના ઘરોમાં એક એક હજાર કિલોના ભારે રોકેટ મળ્યા છે.

હિજબુલ્લાહે પણ ઇઝરાયેલ પર છોડ્યા 200 રોકેટ

ઇઝરાયેલની કાર્યવાહીનો જવાબ આપવા માટે હિજબુલ્લાહે પણ વળતો પ્રહાર કર્યો છે. ઉત્તરી ઇઝરાયેલમાં 200 રોકેટ છોડવામાં આવ્યા છે. હિજબુલ્લાહે મોડી રાત્રે હુમલો કર્યો હતો. હિજબુલ્લાહના હુમલા બાદ ઇઝરાયેલા હાઇફા, અફુલા, નાજરેથ અને અન્ય શહેરોમાં રોકેટ સાયરન વાગવા લાગ્યા હતા. હિજબુલ્લાહે આખી રાત રોકેટનો મારો ચલાવ્યો હતો. હિજબુલ્લાહે કહ્યું કે, અમે કેટલાક ઇઝરાયેલના સૈન્ય ઠેકાણા અને એરપોર્ટને નિશાન બનાવ્યું છે. જોકે, ઇઝરાયે ડિફેન્સ ફોર્સે કહ્યું કે મોટાભાગના રોકેટને અમારી આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમે રોકી દીધા હતા અને કોઇ નુકસાનના સમાચાર નથી.

ઇઝરાયેલના હુમલામાં લેબનોનમાં 550થી વધુ લોકોના મોત

લેબનોનમાં 2006 બાદ પ્રથમ વખત સંઘર્ષનો સૌથી ઘાતક દિવસ જોવા મળ્યો હતો. ઇઝરાયેલના હુમલામાં 558 લોકોના મોત થયા છે જેમાંથી 50 બાળક અને 58 મહિલાઓ પણ સામેલ છે. લેબનોનના અધિકારીઓએ જણાવ્યું કે 2006ના ઇઝરાયેલ-હિજબુલ્લાહ યુદ્ધ બાદથી સૌથી ઘાતક હુમલો છે. ઇઝરાયેલી સેનાએ હિજબુલ્લાહ વિરૂદ્ધ એરસ્ટ્રાઇક પહેલા દક્ષિણ અને પૂર્વ લેબનોનના રહેવાસીઓને ઘર ખાલી કરવાની ચેતવણી આપી હતી.

આ સમાચાર શેર કરો