Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran's Supreme Leader Mojtaba Khamenei 'not reachable'! Suspense increases

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ‘નોટ રિચેબલ’! શાંતિ વાર્તા વચ્ચે વધ્યું સસ્પેન્સ

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ‘નોટ રિચેબલ’! શાંતિ વાર્તા વચ્ચે વધ્યું સસ્પેન્સ
સોર્સ : gstv

અમેરિકા સાથે ચાલી રહેલી શાંતિ ચર્ચા (Peace Talks) વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને લઈને મોટો સસ્પેન્સ ઉભો થયો છે. છેલ્લા બે મહિનાથી વધુ સમયથી તેઓ જાહેરમાં દેખાયા નથી અને કોઈ વીડિયો કે ઓડિયો સંદેશ પણ આપ્યો નથી. આ પરિસ્થિતિએ ઈરાનની રાજનીતિમાં ચિંતા અને મતભેદો વધારી દીધા છે.

App Store

રિપોર્ટ્સ અનુસાર, 28 ફેબ્રુઆરીએ થયેલા એર સ્ટ્રાઈક (Air Strike) દરમિયાન મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારથી તેઓ સંપૂર્ણપણે જાહેર જીવનથી દૂર છે. અમેરિકાની સાથે ચાલી રહેલી વાટાઘાટો (Negotiations) દરમિયાન તેમની ગેરહાજરીને કારણે ઈરાનની સરકાર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર પણ સવાલ

મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાનની સડકો પર મોજતબાના મોટા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમના એકાઉન્ટ પરથી સતત પોસ્ટ્સ થઈ રહી છે. જોકે, અનેક લોકોનો દાવો છે કે આ તસવીરો અને પ્રોફાઇલ ફોટા AI (Artificial Intelligence) દ્વારા બનાવવામાં આવ્યા હોઈ શકે છે.

યેલ યુનિવર્સિટીના ઇતિહાસકાર અરશદ અજીજીના જણાવ્યા મુજબ, મોજતબાની ગેરહાજરી તેમના કટ્ટર સમર્થકો માટે ચિંતા સર્જી રહી છે. સમર્થકોને ભય છે કે તેમની હાજરી વગર ઈરાનના નેતાઓ અમેરિકા સામે વધુ સમજૂતી (Compromise) કરી રહ્યા છે.

સરકારમાં વધ્યો આંતરિક મતભેદ

મોજતબા ખામેનેઈની ચુપ્પીને કારણે ઈરાનની સરકારમાં પણ આંતરિક મતભેદ વધી રહ્યા છે. કટ્ટરપંથી જૂથો (Hardliner Groups) સંસદ અધ્યક્ષ મહંમદ બાગેર ગાલિબાફ જેવા નેતાઓ પર અમેરિકાની સામે નમવાની આક્ષેપો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર સમર્થકો સતત માંગ કરી રહ્યા છે કે મોજતબા ઓછામાં ઓછો એક વોઈસ મેસેજ (Voice Message) જાહેર કરે જેથી લોકોમાં વિશ્વાસ રહે કે તેઓ જીવિત છે અને દેશના નિર્ણયો લઈ રહ્યા છે.

ઈરાની રાષ્ટ્રપતિનો મોટો દાવો

આ તમામ અટકળો વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને દાવો કર્યો છે કે તેમણે તાજેતરમાં મોજતબા ખામેનેઈ સાથે અઢી કલાક લાંબી બેઠક (Meeting) કરી હતી. તેમણે જણાવ્યું કે મોજતબા દેશના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છે અને માત્ર સુરક્ષા કારણોસર જાહેરમાં આવી રહ્યા નથી.

મિડલ ઈસ્ટ નિષ્ણાતોનું માનવું છે કે ઈઝરાયલની “કિલ લિસ્ટ” (Kill List)માં મોજતબાનું નામ ટોચ પર હોવાને કારણે તેમને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે.

ઈજાઓ અંગે પહેલીવાર ખુલાસો

એક સિનિયર ઈરાની અધિકારીએ પ્રથમ વખત સ્વીકાર્યું કે એર સ્ટ્રાઈક દરમિયાન મોજતબાની Spinal code  અને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જોકે, હાલ તેમની તબિયત પહેલા કરતાં સુધરી હોવાનું કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ લીડરના કાર્યાલયના અધિકારી મઝહર હુસૈનીએ વીડિયોમાં કહ્યું કે દુશ્મન દેશો મોજતબાનો ઓડિયો અથવા વીડિયો મેળવી તેનો ખોટો ઉપયોગ કરવા માંગે છે, તેથી યોગ્ય સમય સુધી તેમને જાહેરમાં લાવવામાં નહીં આવે.

લોકોમાં હજુ પણ શંકા

સરકારી દાવાઓ છતાં, સામાન્ય નાગરિકો અને રાજકીય નિષ્ણાતો હજુ પણ આશ્વસ્ત નથી. મોજતબાના ‘X’ એકાઉન્ટ પરથી સતત પોસ્ટ્સ થઈ રહી છે, પરંતુ તેમાં ચાલી રહેલી શાંતિ ચર્ચાઓ વિશે કોઈ સ્પષ્ટ માર્ગદર્શન (Clear Direction) જોવા મળતું નથી.

વિશેષજ્ઞ એલેક્સ વતંકાના જણાવ્યા મુજબ, ઘણા સમર્થકો માટે મોજતબાના પોસ્ટર્સ માત્ર વ્યક્તિ નહીં પરંતુ “ઇસ્લામિક રિપબ્લિક”નું પ્રતિક (Symbol) બની ગયા છે. જોકે, હાલના સંજોગોમાં ઈરાનને એવા નેતાની જરૂર છે જે ખુદ સામે આવીને નિર્ણયો જાહેર કરી શકે.

ઈરાનમાં મોજતબા ખામેનેઈની રહસ્યમય ગેરહાજરી હવે દેશના ભવિષ્ય અને અમેરિકા સાથેની શાંતિ ચર્ચા પર મોટા પ્રશ્નચિહ્ન ઉભા કરી રહી છે.