ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકૉપ્ટર ક્રેશમાં મોત, વિદેશ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકૉપ્ટર ક્રેશમાં મોત થયું છે. રાષ્ટ્રપતિની સાથે સા

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકૉપ્ટર ક્રેશમાં મોત થયું છે. રાષ્ટ્રપતિની સાથે સાથે વિદેશ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો છે. ઇરાની મીડિયાએ દાવો કર્યો કે બન્ને નેતાનું મોત થયું છે અને હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે અજરબૈજાનના ગીચ અને પહાડી વિસ્તારમાં રવિવારે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ઇબ્રાહિમ રઇસી, વિદેશ મંત્રી અને અન્ય અધિકારી સવાર હતા.
હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો સામે આવ્યો
મહત્ત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા જેમાંથી બે સુરક્ષિત પરત ફર્યા હતા પરંતુ તે હેલિકોપ્ટર પરત ફર્યુ નહતું જેમાં ઇબ્રાહિમ રઇસીની સાથે ઇરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અજરબૈજાન પ્રાંતના ગવર્નર માલેક રહમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી આલે-હાશેમ પણ સવાર હતા. આ ત્રીજુ હેલિકોપ્ટર ઇરાનના પૂર્વ અજરબૈજાન પ્રાંતમાં દૂર્ઘટનાનો શિકાર બન્યું હતું.
ઇમરજન્સી ટીમ પૂર્વ અજરબૈજાનમાં તે સ્થળ પર પહોંચી હતી જ્યાં રાષ્ટ્રપતિ રઇસીનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું.
અજરબૈજાન કેમ ગયા હતા ઇરાનના રાષ્ટ્રપતિ?
ઇરાન અને અજરબૈજાન પોતાના સંબંધો સુધારવા માટે અજરબૈજાનમાં સામુહિક ડેમનું નિર્માણ કરી રહ્યું છે. આ ત્રીજો બંધ હતો, જેનું ઉદ્દઘાટન કરવા માટે ઇબ્રાહિમ રઇસી અજરબૈજાન ગયા હતા. ઉદઘાટન કાર્યક્રમ માટે તેમને અજરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે આમંત્રણ આપ્યુ હતું.








