Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran's drone attack at Dubai International Airport causes panic! 4 people including 1 Indian injured

VIDEO: દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનના ડ્રોન હુમલાથી મચ્યો હડકંપ! 1 ભારતીય સહિત 4 લોકો ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે હડકંપ મચી ગયો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 2 ઘાના, એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. સુરક્ષા પ્રોટોકોલ મુજબ ઘટના પછી તરત જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

App Store

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઈ ટ્રાફિક પર કોઈ નકારાત્મક અસર પડી નથી અને હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.

દુબઈ મીડિયા ઓફિસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે થોડા સમય પહેલા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેમાં બે ઘાનાના અને એક બાંગ્લાદેશી નાગરિક અને એક ભારતીય નાગરિકને નાની ઈજાઓ થઈ હતી. હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.'