Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran shoots down US F-35 fighter jet, claims to have taken pilot hostage

VIDEO : ઈરાને અમેરિકાનું F-35 ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલટને બંધક બનાવ્યાનો દાવો

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈરાનના મીડિયા અહેવાલો અનુસાર, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા અમેરિકાના અત્યાધુનિક પાંચમી પેઢીના બીજા એક F-35 ફાઈટર જેટને સેન્ટ્રલ ઈરાન પર તોડી પાડવામાં આવ્યું છે. તેના પાઈલટને પકડી લીધો છે. IRGCની એર ડિફેન્સ સિસ્ટમે મધ્ય ઈરાનમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પાઈલટ બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ સુરક્ષા દળો દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ઈરાને જેટના કાટમાળના ફોટોગ્રાફ્સ - વીડિયો પણ જાહેર કર્યા છે. જોકે આ તસવીરોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, IRGCની એરોસ્પેસ ફોર્સની નવી એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિમાન લેકનહેથ(Lakenheath) સ્ક્વોડ્રનનું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

App Store

હુમલાની ગંભીરતાને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ

નોંધનીય છે કે, અગાઉ 19 માર્ચના રોજ પણ ઈરાને અમેરિકન F-35 લાઈટનિંગ 2 વિમાનને નિશાન બનાવ્યું હોવાનો દાવો કર્યો હતો. F-35એ અમેરિકાના સંરક્ષણ દળનું અત્યંત શક્તિશાળી અને આધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ માનવામાં આવે છે. જોકે, આ બાબતે અમેરિકન સંરક્ષણ અધિકારીઓના હવાલેથી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાની મિસાઈલ હુમલા બાદ F-35 વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું અને તેમાં પાયલટ સુરક્ષિત છે. આ ઘટનાની હાલ તપાસ ચાલી રહી છે.

125થી વધુ અમેરિકન અને ઈઝરાયલના ડ્રોન તોડી પાડવાનો દાવો

IRGCના જણાવ્યા મુજબ, આ સફળતા ઈરાનના સંકલિત એર ડિફેન્સ નેટવર્કમાં કરવામાં આવેલા મહત્ત્વના અપગ્રેડેશનનું પરિણામ છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં 125થી વધુ અમેરિકન અને ઈઝરાયલના ડ્રોનને તોડી પાડ્યા છે. ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 2:50 વાગ્યે આ જેટને તોડી પાડવામાં આવ્યું હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. હાલ આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જાગી છે.