Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran sent 20 large oil tankers to US through Strait of Hormuz in honor, Donald Trump

VIDEO : ઇરાને સન્માનમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી અમેરિકાને 20 મોટા ઓઈલ ટેન્કર મોકલ્યા, ટ્રમ્પનો દાવો

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ચાલી રહેલા હુમલાઓ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. ઈરાન હાલમાં ફક્ત એવા દેશોના જહાજોને જ પસાર થવાની મંજૂરી આપી રહ્યું છે જેને તે "મિત્ર દેશ" માને છે. દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું છે કે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી 20 મોટા ઓઈલ ટેન્કર અમેરિકા મોકલ્યા છે.

App Store

ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, "હું તેને સટીક રૂપે પરિભાષિત નથી કરી શકતો પરંતુ મને લાગે છે કે, સન્માનના સંકેતના રૂપમાં ઈરાને અમને 20 મોટા ઓઈલ ટેન્કર મોકલ્યા છે. આ જહાજો હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે. આ પ્રક્રિયા આવતી કાલે સવારથી શરૂ થઈને આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.

શરૂઆતમાં 10 જહાજો મોકલવા સંમત

પોતાના ખાનગી વિમાન, 'એર ફોર્સ વન' પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાન હવે સમજૂતિ માટે તૈયાર હોવાનું દેખાઈ રહ્યું છે, ઇરાને સન્માનના પ્રતિક રૂપે 20 મોટા તેલ ટેન્કર પૂરા પાડ્યા છે, જે ગઈકાલે સવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા લાગ્યા. શરૂઆતમાં તેઓ 10 જહાજો મોકલવા માટે સંમત થયા હતા, પરંતુ હવે તેમણે તે સંખ્યા વધારીને 20 કરી દીધી છે."

અમેરિકા હાલ ઈરાન સાથે ડાયરેક્ટ અને મધ્યસ્થી બંને માધ્યમથી વાતચીત કરી રહ્યું છે. આ વાટાઘાટો સાથે સમાંતર લશ્કરી કાર્યવાહી પણ ચાલુ છે. આજે અમે તેમના ઘણા ટાર્ગેટનો નાશ કર્યો છે. તેમની નૌકાદળ અને વાયુસેના લગભગ નાશ પામી છે. અમે તેમને વાતચીતમાં સામેલ કરી રહ્યા છીએ, છતાં જરૂર પડે ત્યારે અમે સખત હુમલો પણ કરી રહ્યા છીએ.

2015 ના પરમાણુ કરારની કરી આકરી ટીકા

ટ્રમ્પે ફરી એકવાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વહીવટ દરમિયાન 2015 ના પરમાણુ કરારની આકરી ટીકા કરી.  તેમણે તેને "દેશના ઇતિહાસનો સૌથી ખરાબ અને સૌથી મૂર્ખ કરાર" ગણાવ્યો. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે જો તેમણે તે જૂના કરારને રદ ન કર્યો હોત, તો ઈરાન આજે પરમાણુ શસ્ત્રો ધરાવતો હોત. તે હવે એક નવો અને કડક સમજૂતિ કરાર ઈચ્છે છે, જે ઈરાનની પરમાણુ અને લશ્કરી ક્ષમતાઓને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરે.